31 મે એટલે વિશ્વ તમાકુ નિષેધ દિવસ. આ દિવસે તમાકુનું સેવન કરતાં લોકોને તમાકુ છોડાવવા માટે સમગ્ર વિશ્વમાં કાર્યક્રમો યોજાય છે.  એક્સ્પર્ટના મત મુજબ હાલ કોરોનાની મહામારીમાં બાદ થતાં રોગો માટે 50 ટકા એવા દર્દીઓ જોવા મળે છે. જે તમાકુનુ સેવન કરતા હોય. તમાકુનો સેવન કેન્સરને આમંત્રણ આપતું હોવાથી તમાકુ ન ખાવા માટે  સ્વાસ્થ્ય નિષ્ણાતો દ્રારા અપીલ કરવામાં આવી છે. 


 કોરોનાવાયરસની વૈશ્વિક મહામારી અને બાદમાં ગેંગરીન તેમજ બ્લેક ફંગસ, વાઈટ ફંગસ જેવી અલગ અલગ બીમારીમાં પણ આશરે 50 ટકા તમાકુ સેવન કરતા લોકોનો સમાવેશ થાય છે. કોરોનાની સારવારમાં ડી-ડાઇમર વધી જવાથી દર્દીના પગની નસોમાં લોહીના ગઠ્ઠા જામી જાય છે, આથી આવા દર્દીઓને ગેંગરીન થતાં પગ કાપવાની નોબત આવે છે.


કોરોનાની બીજી લહેરમાં  જે રીતે કોવિડ બાદ બ્લેક ફંગસ અને વ્હાઇટ ફંગસની બીમારી સામે આવી રહી છે. તેવી જ રીતે કોવિડની બીજી લહેરમાં ગેગરીનની સમસ્યાના કેસ પણ સામે આવી રહ્યાં છે. ડોકટરના મત મુજબ ડાયાબિટીસના એવા દર્દીઓમાં આ સમસ્યા વધું જેવો મળી રહી છે. જેમને કોવિડ થયો હોય અને તમાકુનું પણ સેવન કરતા હોય. કોવિડ બાદ બીજી લહેરમાં જે રીતે મ્યુકરમાઇકોસિસના કેસની સંખ્યા વધી છે તેવી જ રીતે ગેગરીનના કેસમાં પણ પાંચ ગણો વધારો થયો છે. 


ગુજરાતમાં કોવિડ દરમિયાન ગેગરીનના કેસની વાત કરીએ તો  સરેરાશ એક જ શહેરમાં એક મહિનામાં 70થી વધુ કેસ ગેગરીનના જોવા મળ્યાં છે. કોવિડ બાદ જે રીતે હાર્ટ અટેકનું મુખ્ય કારણ વાયરસના કારણે થતું બ્લડ ક્લોટિંગ છે. તેવી જ રીતે બ્લડ ક્લોટિંગના કારણે જ ગેગરીનના દર્દીની સંખ્યા પણ વધી રહી છે. શરીરમાં ડી ડાયમર વધી જતાં લોહીના જાડુ થઇ જાય છે અને લોહીના ગઠ્ઠા થઇ જાય છે. લોહીના ગઠ્ઠા થઇ જવાથી આ જગ્યાં પર ઇન્ફેકશન થાય છે અને ગેગરીન થઇ જતાં આખરે પગ કાપવાની ગંભીર સ્થિતિ ઉભી થાય છે. 


આ રોગ કોને વધુ અસર કરે છે


જે લોકો પહેલાથી તમાકુનું સેવન કરતાં હોય લાંબા સમયથી ધુમ્રપાન કરતા હોય તેવા લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળતી હોવાનું ડોક્ટરે તારણ રજૂ કર્યં છે. ઉપરાંત સ્ટીરોઇડનું સેવન પણ આના માટે જવાબદાર છે. જે કોવિડના દર્દીઓને ગંભીર સંક્રમણ થયું હોય તેમને વાયરસને માત આપવા માટે સ્ટીરોઇડના હાઇ ડોઝ આપવા પડે છે. આ સ્થિતિમાં પણ ગેગરીન થઇ જાય છે. તો ગેંગરીન વધુ થવાની શક્યતા એવા દર્દીઓને વધુ હોય છે. જે લોકોએ તમાકુનું વધુ સેવન કરતા હોય તેવા દર્દીમાં આ સમસ્યા વધુ જોવા  મળે છે.