દિલ્લીથી ઉરી પહોંચેલા તપાસ દળના આર્મી ઓફિસરોએ વાતચીત કરી અને ઘટના સ્થળેથી મળેલા પુરાવાઓને પોતાના કબજામાં લીધા હતા. સેનાના અધિકારીઓએ એનએઆઈએને મળેલી ચાર એકે-47, 14 મેગેઝીન, સેટેલાઈટ ડિવાઈસ, જીપીએસ ફોન, લેપટૉપ, હેંડ ગ્રેનેડ સહિત ખાવા-પીવાની તમામ ચીજો સોંપી દીધી છે.
આતંકવાદીઓ પાસેથી મળેલા સામાનમાં સૌથી મુખ્ય પુરાવો જીપીએસ ફોન અને સેટેલાઈટ ડિવાઈસ છે. તેનો ઉપયોગ આતંકીઓએ સરહદ પાર પોતાના માસ્ટર માઈડ વ્યક્તિને ફોન કરવા અને લોકેશન ટ્રેકિંગ કરવા કર્યો હતો. એનએઆઈએ આ જીપીએસ ફોન અને સેટેલાઈટ ડિવાઈસને અમેરિકાની એફબીઆઈ ફોરેન્સિક લેબમાં મોકલવા જઈ રહી છે.