નવી દિલ્લી: રેસ કોર્સ રોડની વાત થતાં દ પીએમ મોદીના સરકારી નિવાસ્થાન 7-આરસીઆર યાદ આવે છે. પણ નવી દિલ્લીના ભાજપના સાંસદ હવે આ નામ બદલવા માટે પ્રસ્તાવ મૂક્યો છે. રસ્તાઓના નામ બદલવાના રાજકારણમાં ભાજપ હવે રેસ કોર્સ રોડના નામને બદલે એકાત્મ માર્ગ રાખવા માગે છે. ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ એનડીએમસીને આ માટે પ્રસ્તાવ મોકલ્યો છે.
આ રોડ પર જ પ્રધાનમંત્રીનું નિવાસ્થાન 7-આરસીઆર આવેલું છે.
જો કે આ અંગે નિર્ણય એનડીએમસીની બેઠકમાં લેવામાં આવશે, જેમાં દિલ્લીના સીએમ કેજરીવાલ પણ હાજર હશે.
મીનાક્ષી લેખીએ નામ બદલવા અંગે તર્ક આપતા જણાવ્યું કે પંડિત દીન દયાળ ઉપાધ્યાયની જન્મ શતાબ્દી આ વર્ષે આખા દેશમાં ઉજવાઈ રહી છે. એવામાં એકાત્મ દર્શનને લોકોમાં પ્રચારિત કરવા માટે જરૂરી છે કે આ રોડનું નામ બદલવામાં આવે.
તેમણે આગળ જણાવ્યું કે અહીં ભારતીય પ્રધાનમંત્રીનું નિવાસ્થાન છે, એવામાં રેસ કોર્સ રોડ ભારતીય સંસ્કૃતિ સાથે મેળ ખાતો નથી.
ગત વર્ષે ઔરંગઝેબ રોડને પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનું નામ આપવામાં આવ્યું હતું.
દિલ્લીમાં માર્ગોના નામ પહેલા પણ બદલાયા છે. જેમાં કેટલાક ખાસ નામોમાં કનોટ સર્કસને ઈંદિરા ચોક, કનોટ પ્લેસને રાજીવ ચોક અને કૈનિંગ રોડને માધવ રાવ સિંધિયા માર્ગ નામ આપવામાં આવ્યું હતું.