લખનઉઃ પૂર્વ ઉત્તરપ્રદેશમાં કેટલાય વિસ્તારોમાં કાલથી વીજળી ઠપ છે, કેટલાય જિલ્લાઓમાં અંધારપટ છવાયો છે. ખાનગીકરણના વિરોધમાં લગભગ 15 લાખ વીજ કર્મચારીઓ આખા દિવસ હડતાળ પર ઉતર્યા હતા. આના કારણે પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાય વિસ્તારોમાં અંધારુ થયુ હતુ, તંત્ર તરફથી વીજ સપ્લાયના વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી પરંતુ આ બધી વ્યવસ્થા નિષ્ફળ રહી હતી.


પ્રયાગરાજ, મહારાજગંજ, દેવરિયા, આઝમગઢ, બારાબંકી, ગોરખપુર, મિર્જાપુર, મઉ, ગાજીપુર સહિતના કેટલાય જિલ્લાઓને વીજ કાપનો સામનો કરવો પડ્યો હતો. પ્રયાગરાજના બજારમાં અંધારુ છવાયુ હતુ, વળી કેટલીય જગ્યાએ કલાકો સુધી વીજળી મળી શકી ન હતી. લોકો પરેશાન અને ગુસ્સામાં દેખાઇ રહ્યાં હતા અને સાંજે રસ્તો જામ કરવા પહોંચી ગયા હતા.

ઉત્તરપ્રદેશમાં અચાનક પેદા થયેલા આ વીજ સંકટનુ કારણ ખાનગીકરણ વિરુદ્ધ વીજ કર્મચારીઓની હડતાળ છે. આના વિરોધમાં વીજ કર્મચારીઓએ સોમવારે યુપીમાં આખા દિવસ કામ કરવાનો બહિષ્કાર કર્યો હતો. રાજધાની લખનઉથી લઇને પ્રયાગરાજ, ગોરખપુર, મુરાદાબાદથી લઇને અમેઠી સુધી યુપીમાં કેટલાય વિસ્તારોમાં કાલે વીજ કર્મચારીઓ એક દિવસની હડતાળ પર ઉતર્યા હતા.

આ પ્રદર્શન યુપી સરકાર દ્વારા પૂર્વાંચલ વિદ્યુત વિતરણ નિગમ લિમીટેડના ખાનગીકરણના ફેંસલા વિરુદ્ધ થઇ રહ્યુ છે. તકરાર ઠારવા માટે સરકાર અને વીજ કર્મચારીઓની વચ્ચે વાતચીત પણ થઇ ચૂકી છે, પરંતુ કોઇ પરિણામ આવ્યુ ન હતુ.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ