નવી દિલ્હીઃ દેશના અલગ અલગ ભાગોમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે તબાહી સર્જાઇ છે, રિપોર્ટ અનુસાર, દેશમાં લગભગ 35થી વધુ લોકોના મોત નિપજ્યા હોવાનુ બહાર આવ્યુ છે. કમોસમી વરસાદથી ગુજરાત સહિત દેશના પાંચ રાજ્યમાં તબાહીની સાથે સાથે ખેડૂતોની ચિંતા પણ વધી ગઇ છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, પંજાબ, હરિયાણા, યુપીમાં તબાહીનો મંજર જોવા મળ્યુ. મોતના આંકડા પ્રમાણે, ગુજરાતમાં 9, રાજસ્થાનમાં 9, મધ્યપ્રદેશમાં 15 અને દિલ્હી-બિહારમાં 1-1 વ્યક્તિનુ મોત થયાના સમાચાર છે. વરસાદ અને વાવાઝોડાના કારણે સૌથી વધુ 15 લોકો મધ્યપ્રદેશમાં મૃત્યુ પામ્યા હતા. જેને લઇને રાજ્યના મુખ્યમંત્રી કમલનાથે દુઃખ વ્યક્ત કરતાં એક ટ્વીટ કર્યુ હતુ, અને પીડિત પરિવારોને મદદ માટે વિશ્વાસ આપ્યો હતો.