દેશમાં સતત કોરોનાના કેસ ચિંતાજનક સ્તરે વધી રહ્યાં છે. તેમાં સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ મહારાષ્ટ્રની છે. દેશના કુલ કેસોમાં 50 ટકા કેસ માત્ર મહારાષ્ટ્રમાં જ છે. કેન્દ્ર સરકારે આ મામમે નિવેદન આપતા કહ્યું છે કે, રાજ્યમાં કોરોનાની બીજી લહેર શરૂ થઇ ગઇ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોનાના કેસ 23, 47,328 કેસ નોંધાયા છે. તેમાં 1,38,813 કેસ સક્રિય છે. રિકવર થયેલા કેસની સંખ્યા 21.54 છે તો રાજ્યમાં 52,996 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 17,864 નવા કેસ સામે આવ્યાં છે. સંક્રમણ વધતા મહારાષ્ટ્રના કેટલાક શહેરમાં લોકડાઉન લાદી દેવાયું છે. પ્રધાનમંત્રી સાથે બેઠક પહેલા જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના 6 શહેરમાં લોકડાઉન લાદી દીધું છે.
દેશમાં સતત કોરોનાના કેસ ચિંતાજનક સ્તરે વધી રહ્યાં છે. તેમાં સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ મહારાષ્ટ્રની છે. દેશના કુલ કેસોમાં 50 ટકા કેસ માત્ર મહારાષ્ટ્રમાં જ છે. કેન્દ્ર સરકારે આ મામમે નિવેદન આપતા કહ્યું છે કે, રાજ્યમાં કોરોનાની બીજી લહેર શરૂ થઇ ગઇ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોનાના કેસ 23, 47,328 કેસ નોંધાયા છે. તેમાં 1,38,813 કેસ સક્રિય છે. રિકવર થયેલા કેસની સંખ્યા 21.54 છે તો રાજ્યમાં 52,996 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 17,864 નવા કેસ સામે આવ્યાં છે. સંક્રમણ વધતા મહારાષ્ટ્રના કેટલાક શહેરમાં લોકડાઉન લાદી દેવાયું છે. પ્રધાનમંત્રી સાથે બેઠક પહેલા જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના 6 શહેરમાં લોકડાઉન લાદી દીધું છે.મહારાષ્ટ્રમાં કોરોના વકરતા અનેક શહેરોમાં લોકડાઉન અને આંશિક કોરોના લગાવી દેવાયું છે. રાજ્યમાં સ્કૂલ કોલેજ સંપૂર્ણ બંધ કરી દેવાઇ છે.મુંબઈમાં રવિવારે 1 હજાર 963, પુણેમાં 1 હજાર 780, ઔરંગાબાદમાં 752, નાગપુરમાં 1 હજાર 979 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં હાલ એક લાખ 26 હજાર 231 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા કોરોનાના કેસને લઈ અનેક શહેરોમાં વીકેંડ લોકડાઉન લાદી દેવાયું છે. તો રાજ્યમાં કોરોનાના કેસ નિયંત્રણમાં નહી આવે તો આખા રાજ્યમાં લોકડાઉનની ઉદ્ધવ ઠાકરેએ ચેતવણી આપી છે.ઔરંગાબાદ અને નાસિકમાં નાઈટકફર્યૂ લાગૂ કરાયું છે. તો લાતૂરમાં રાત્રે આઠ વાગ્યા થઈ સવારના પાંચ વાગ્યા સુધી નાઈટ કફર્યૂ લાગૂ કરાયું છે. તો નાગપુરમાં આજથી 21 માર્ચ સુધી લોકડાઉન જાહેર કરાયું છે.