નવી દિલ્હી: હરિયાણા ગુરુગ્રામમાં એક વાર ફરી નમાજને લઈને વિવાદ સામે આવ્યો છે. છેલ્લા એક સપ્તાહથી શીતલા કોલોનીમાં સ્થિત મસ્જિદને લઈને હોબાળો ચાલી રહ્યો હતો. જેના બાદ હવે તંત્ર દ્વારા મસ્જિદ સીલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મસ્જિદ ત્રણ માળની બિલ્ડિંગમાં બનાવેલી છે.
ઉલ્લેખનીય છે કે અહીં નમાજને લઈને ભારે વિવાદ થયો હતો. હિંદુ સંગઠનોએ કેટલાક દિવસો પહેલાજ ફરિયાદ નોંધાવી હતી. જેના બાદ તે વિસ્તારમાં માહોલ ગર્માયો હતો. હિંદુ સંગઠનોની ફરિયાદને જોતા શીતલા કોલોનીમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી. અને હવે પ્રશાસને મસ્જિદને સીલ કરવાનો નિર્ણય કર્યો છે.
જો કે, હિંદુ સંગઠનોનો આરોપ છે કે આ એક ઘર છે અને તેનો ઉપયોગ મસ્જિદ તરીકે કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે સ્પષ્ટ રીતે આ નિયમોનું ઉલ્લંઘન છે. અહીં દરરોજ હજારો લોકો આવે છે. લાઉડસ્પીકરથી થતી અજાનથી પણ લોકોને મુશ્કેલી થાય છે. અગાઉ પણ આ વિસ્તારમાં આ મુદ્દા પર વિવાદ થઈ ચુક્યો છે. વિવાદ બાદ અહીં પોલીસ પણ તૈનાત કરી દેવામાં આવી છે.
થોડા દિવસ પહેલાજ ગુરુગ્રામના સેક્ટર 53માં કેટલાક લોકોએ લાઉડ સ્પીકરથી નમાજ પઢવા પર વિરોધ કર્યો હતો. જેના બાદ પ્રશાસનો નમાજ પઢવા માટે 37 જગ્યાની પસંદગી કરી હતી.