નવી દિલ્હી: આધાર ડેટાની સિક્યોરિટી પર સવાલ ઉઠતા આવ્યા છે. જ્યારે UIDAI એ આધાર સોફટવેરનું કથિત રીતે હેકિંગ થયાના સમાચારને નકારી દીધા છે. મંગળવારે UIDAIએ કહ્યું કે સોશિયલ અને ઓનલાઇન મીડિયામાં આધાર એનરોલમેન્ટ સોફટવેરને કથિત રીતે હેક કરાયાનો રિપોર્ટ સંપૂર્ણપણે ખોટો છે. નિવેદન પ્રમાણે રિપોર્ટમાં દાવો કરાયેલ દાવો આધારહીન અને ડેટાબેસમાં છેડછાડ શકય જ નથી.
જણાવી દઈએ કે, ત્રણ મહિનાના ઈન્વેસ્ટિગેશનમાં દાવો કરાયો છે કે આધારના ડેટાબેસમાં એક સોફટવેર પેચ દ્વારા ડેટા જાણી શકાય છે. પેચથી આધારના સિક્યોરિટી ફીચરને બંધ કરી શકાય છે. ‘હફપોસ્ટ ઇન્ડિયા’ના રિપોર્ટમાં દાવો કરાયો છે કે, એક પેચ જેને યૂનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ડેવલપ નથી કરવામાં આવ્યા. તેની મદદથી કથિત રીતે હૈકર્સ અધિકારીક આધાર એનરોલમેન્ટ સોફ્ટવેરના સિક્યોરિટી ફીચરને બંધ કર અનધિકૃત આધાર નંબર જનરેટ કરી રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે કોઇપણ અનધિકૃત વ્યકિત માત્ર 2500 રૂપિયામાં સરળતાથી મળનાર આ પેચ દ્વારા દુનિયામાં કયાંયથી પણ આધાર આઇડી તૈયાર કરી શકે છે.
યૂઆઈડીએઆઈ એ આ રિપોર્ટને નકારી દીધો છે કે આધાર સોફ્ટવેરને કથિત રીતે હેક કરવામાં આવ્યો છે. ઓથોરિટીએ દાવો કર્યો છે કે કેટલાક લોકો આધારની સુરક્ષાને લઈને જાણીજોઈને ભ્રમ ફેલાવી રહ્યાં છે. યૂઆઈડીએઆઈએ કહ્યું કે લોકોના આંકડાની પૂર્ણ સુરક્ષાને લઈને સુરક્ષાત્મક પગલા ઉઠાવ્યા છે.