ગડકરીએ કહ્યું કે દુનિયામાં સૌથી વધુ રોડ અકસ્માતમાં મૃત્યુ ભારતમાં થાય છે. સડક દુર્ઘટનાઓના કારણે દેશને 2 ટકા જીડીપીનું નુકસાન પણ થાય છે. દંડ ઓછો કરવો કે નવો કાયદો લાગુ નહીં કર્યા બાદ જો દુર્ઘટનામાં કોઈનો જીવ જાય છે તો તેની જવાબદારી રાજ્ય સરકારની છે. તેમણે કહ્યું, દબાણમાં રાજ્ય સરકાર દંડ ઓછો ના કરે, દંડ ઓછો કરવું યોગ્ય નથી, કાયદા પ્રત્યે ભય અને સન્માન નથી.
ગડકરીએ ઉદાહરણ આપતા કહ્યું કે, બળાત્કારના કેસમાં ફાંસીની સજાની જોગવાઈ છે. અમે કોઈને ફાંસી નથી આપવા માંગતા પરંતુ જોગવાઈ એટલા માટે છે કે કોઈ બીજુ તેવું કૃત્ય ના કરે. હવે એમાં પણ એવા લોકો છે કે જે ફાંસીની સજા વિરુદ્ધ છે. શું માત્ર લોકોના જીવ બચાવવાની જવાબદારી ભારત સરકારની જ છે ? રાજ્ય સરકાર પણ તેના માટે જવાબદાર છે.