ભોપાલ: મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં બસ નહેરમાં ખાબકી હતી. નહેરમાં બસ ખાબકતા ચિચીયારી મચી ગઇ હતી. અત્યાર સુધીમાં 40 લોકોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ દુર્ઘટના બાદ સાત લોકોને રેસ્ક્યૂ કરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જાણકારી મુજબ, જે બસ દુર્ઘટનાનો શિકાર થઈ, તે સીધી બસ સ્ટેન્ડથી સતના માટે રવાના થઈ હતી. બસમાં કુલ 39 મુસાફરોએ ટિકિટ બુક કરાવી હતી. આ સિવાય રસ્તામાંથી પણ મુસાફરો બસમાં સવાર થયા હોવાના સૂચના છે. કુલ મળીને 60 લોકો બસમાં સવાલ હોવાની વાત સામે આવી રહી છે.



રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન ઘણા મૃતદેહ મળ્યા છે. નહેરનું પાણી બંઘ કરાવ્યા બાદ ઘટનાસ્થળથી થોડે દૂર બસ પાણીમાં જોવા મળી રહી છે. આ કરૂણ ઘટનામાં કુલ 40 લોકોના મોત થવા હોવાના સમાચાર છે.

આ ઘટનાને લઈને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે દુખ વ્યક્ત કર્યું છે. શિવરાજ સિંહે ટ્વિટ કરી કહ્યું, ‘’સીધીની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને લઈને સતત પ્રશાસન અને રાહતકાર્યમાં લાગેલા લોકો સાથે ચર્ચા કરી રહ્યો છે. ખૂબ જ દુખદ છે કે દુર્ઘટનામાં લોકોના જીવ ગયા. મન ખૂબ જ વ્યથિત છે. બચાવકાર્ય શરુ છે. કલેક્ટર, કમિશનર, આઈજી, એસપી અને એસડીઆરએફની ટીમ કામ કરી રહી છે.’’