વિદિશા: મધ્યપ્રદેશના વિદિશા જિલ્લામાં રવિવારે એક બસ પાણીમાં પડવાની દુર્ધટના બની હતી, આ દુર્ધટના દરમિયાન 10 લોકોના મૃત્યું થયા છે જ્યારે અનેક લોકો પાણીમાં ગરકાવ થયા છે. પ્રશાસનના કહેવા મુજબ આ ધટનામાં મૃત્યુંઆંક વધી શકે છે.
શમશાબાદથી લટેરી જઈ રહેલી બસનું અચાનક સંતુલન બગડતા પાણીમાં ગરકાવ થઈ હતી. ધટનાની જાણ થતા સ્થાનિક લોકો અને પોલીસ ધટના સ્થળે પહોંચ્યા હતા જ્યા આશરે 10 લોકોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા
આ ધટનાને પગલે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વીટ કરી મૃતકોને આત્માને શાંતિની પ્રાર્થના કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે પ્રશાસન રાહત અને બચાવ કાર્યની કામગીરીમાં લાગ્યું છે તેમજ તે સત્તત બચાવ કાર્ય ટીમના સંપર્કમાં છે.