ગ્લાલિયરઃ મધ્યપ્રદેશની 28 વિધાનસભા સીટ પર થયેલી પેટા ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ થઈ ગઈ છે. 28 માંથી 27 બેઠકના જાહેર થયેલા વલણ પ્રમાણે ભાજપ 17, કોંગ્રેસ 9 અને બહુજન સમાજ પાર્ટી 1 સીટ પર આગળ ચાલી રહ્યા છે.

મધ્ય પ્રદેશમાં ભાજપ સરકારને બહુમતી માટે ૨૮માંથી ૮ બેઠકોની જરૂર છે. ટ્રેન્ડ જોતાં મધ્યપ્રદેશની શિવરાજ સરકરા સુરક્ષિત હોવાનું લાગી રહ્યું છે. વિવિધ એક્ઝિટ પોલ્સમાં ભાજપને 14-18 બેઠક મળવાનો અંદાજ વ્યકત કરવામાં આવી રહ્યો છે. જ્યારે કોંગ્રેસને 10-12 બેઠક મળશે તેવો અંદાજ છે. મધ્યપ્રદેશમાં 3 નવેમ્બરે મતદાન થયું હતુ.



મધ્ય પ્રદેશ વિધાનસભામાં કુલ 230 સીટ છે. દમોહથી ધારાસભ્ય રાહુલ સિંહના રાજીનામા બાદ હવે બહુમત સાબિત કરવાનું આવશે તો 229 સીટના હિસાબે આંકડો 115 રહેશે. બીજેપી પાસે હલ 107 ધારાસભ્ય છે, કોંગ્રેસ પાસે 87 ધારાસભ્ય છે.

પરિણામોને લઈ ભાજપ અને કોંગ્રેસે બંનેએ જીતના દાવા કર્યા છે.