ભોપાલઃ મધ્યપ્રદેશમાં યોજાનારી વિધાનસભાની પેટાચૂંટણી માટે કોગ્રેસે 15 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પેટાચૂંટણી માટે આ કોગ્રેસની પ્રથમ યાદી છે. જેમાંથી 11 બેઠકો અનામત છે. રાજ્યમાં 27 વિધાનસભામાં પેટાચૂંટણી યોજાશે. નિયમ અનુસાર, વિધાનસભાની ખાલી બેઠકો પર છ મહિનાની અંદર ચૂંટણી કરવી પડે છે.



કોગ્રેસે દિમાની બેઠક પરથી રવિન્દ્ર સિંહ તોમર, અંબાહ બેઠક પરથી સત્યપ્રકાશ શેકરવર, ગોહદ બેઠક પરથી મેવારામ જાટવ, ગ્વાલિયર બેઠક પરથી સુનીલ શર્મા, દબરા બેઠક પરથી સુરેશ રાજેને ઉમેદવાર બનાવ્યા છે.

મધ્યપ્રદેશમાં વિધાનસભાની 230 બેઠકો છે. 27 બેઠકોમાંથી ભાજપને નવ બેઠકો જીતવાની છે અને તે 116ના બહુમતના આંકડાને પ્રાપ્ત કરી લેશે. હાલમાં ભાજપ પાસે 107 અને કોગ્રેસ પાસે 72 ધારાસભ્યો છે.