મધ્ય પ્રદેશ: મધ્ય પ્રદેશના ગુનામાં સહકારી સમિતિના મેનેજરે બે સ્થાનો પર શનિવારે લોકાયુક્ત ગ્વાલિયરની ટીમે રેડ કરી હતી. મેનેજર સામે આવકથી વધારે સંપત્તિની ફરિયાદ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં કરોડો રૂપિયાનું કાળા નાણાનો ખુલાસો થયો છે.
ગ્વાલિયર લોકાયુક્ત પોલીસના મતે, ચક્રદેવ સહકારી સમિતિના સોસાપટી પ્રબંધક અશોક શ્રીવાસ્તવના સ્થાનો પર શનિવારે સવારે રેડ કરવામાં આવી હતી. માત્ર આઠ હજાર રૂપિયા વેતન મેળવનાર અશોક શ્રીવાસ્તવની પાસે આવક કરતા અનેક ઘણી વધુ સંપત્તિ હોવાના પુરાવા મળ્યા છે.
પ્રાથમિક તપાસમાં 17 બેંક એકાઉંટમાં 15 લાખ રૂપિયા સિવાય તેમના ઘરમાંથી નોટોની થપ્પીઓથી ભરેલી સૂટકેસ અને સોના-ચાંદીના ઘરેણા મળ્યા છે.
- પોલીસને દલવી નગર કોલોની અને જગદીશ કોલોનીમાં જમીન સાથે જોડાયેલા કરોડોના દસ્તાવેજ
- 40 કિલો ચાંદીના ઘરેણા
- લગભગ અડધા કિલો સોનાના દાગીના
- 7 લાખ રૂપિયા રોકડા
- 26 લાખ રૂપિયા બેંકમાં ડિપૉજિટ
- 3 ચાર પૈડાવાળા વાહન, 3 બે પૈડાવાળા વાહન
- પાસપોર્ટ, કીમતી વસ્તુઓ મળી છે.
અશોક શ્રીવાસ્તવની પાસે આટલી સંપત્તિ ક્યાંથી આવી, તેની તપાસ કરવામાં આવી રહી છે. ઘર અને અન્ય સ્થાનોથી મળેલા દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી રહી છે. તેની કુલ સંપત્તિ કેટલી છે, તેનો ખુલાસો દસ્તાવેજોની તપાસ કાર્યવાહી પછી ખબર પડશે. સૂત્રો અનુસાર, લોકાયુક્તને સહકારી સંસ્થા પ્રબંધક વિરુદ્ધ આવક કરતા વધારે સંપત્તિ રાખવાની ફરિયાદ મળી હતી. જેના પછી પોલીસે શનિવારે આ કાર્યવાહી કરી છે.