મુંબઈ: હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં નેતાજી શાળાના વિદ્યાર્થીઓ સાથે ડાન્સ કરી રહ્યા છે. મહારાષ્ટ્રના ભંડારા-ગોંદિયાથી બેઠક પરથી એનસીપીના સાંસદ મધુકર કુકડેનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સાંસદ સ્કૂલની વિદ્યાર્થીનીઓ સાથે ઠુમકા મારી રહ્યાં છે. સાંસદ ભંડારાની એક સ્કૂલના કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. સ્કૂલના સાંસ્કૃતિક કાર્યક્રમ દરમ્યાન સાંસદ મંચ પર આવ્યા હતા. ત્યારે ડાન્સ કરી રહેલ વિદ્યાર્થીની સાથે સાંસદ પણ આવી ગયા અને તેમણે પણ ‘આંખ મારે ’ ગીત પર ઠુમકા લગાવ્યા હતા. સાંસદની સાથે ત્યાં હાજર વિદ્યાર્થીઓએ પણ ગીત પર ઠુમકા લગાવ્યા હતા. આ ઘટના શનિવારની છે. મહારાષ્ટ્રના ભંડારા-ગોંદિયા લોકસભા સીટ પરથી પેટાચૂંટણીમાં મધુકર કુકડે એ ભાજપના હેમંત પટેલને હરાવી દીધા હતા. એનસીપી ઉમેદવાર મધુકર કુકડેને હેમંત પટેલે 48097 વોટથી હરાવ્યા હતા. 2014માં ભાજપની ટિકિટ પર પટોલે એ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના પ્રફુલ્લ પટેલને હરાવ્યા હતા. પરંતુ બાદમાં નાના પટોલે સાંસદ અને પાર્ટીના સદસ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું અને કૉંગ્રેસમાં સામેલ થયા હતા.