મધ્યપ્રદેશના સીધીના પટના ગામ નજીક મંગળવારે વહેલી સવારે ભયંકર અકસ્માત સર્જાયો હતો. પ્રવાસી ભરેલ બસ નહેરમાં ખાબકતાં 50 લોકોના મોત થયા છે.
મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં બસ નહેરમાં ખાબકત મોત લોકોની જિંદગી ખતમ થઇ ગઇ. દુર્ઘટના મંગળવારે સવારે થઇ હતી. ઘટનાસ્થળેથી વધુ ત્રણ શબ મળતા મૃત્યુઆંક 50 સુધી પહોંચ્યો છે. બસમાં 30થી 35 વિદ્યાર્થીઓ પણ હતા. જેએએનએમની પરીક્ષા આપવા જઇ રહ્યાં હતા. મૃતકમાં 21 મહિલા સામેલ છે.
યાત્રીઓએ કહી આપવિતી
પ્રવાસીઓએ જણાવ્યું કે, ”બસ ખૂબ સ્પીડમાં જઇ રહી હતી અને બસ નહેરમાં પડતાં પહેલા જ બસ ડ્રાઇવર બસમાંથી કૂદી ગયો હતો. કૂદતા પહેલા તેમણે લોકોને જીવ બચાવવા માટે કહ્યું હતું. બસમાં પાણી ભરાઇ ગયું હતું લોકો કાચ તોડીને બસ ઉપર જવા કોશિશ કરી રહ્યાં હતા પરંતુ સફળ ન થચા”. પ્રવાસી વિભા પ્રજાપતિએ જણાવ્યું કે, “મારી સાથે મારો ભાઇ પણ હતો. હું તેને અડધા રસ્તા સુધી નહેરમાંથી ખેંચીને લાવી હતી પરંતુ તે પાછળ રહી ગયો. હાલ તેનો કોઇ પત્તો નથી”
MP: સીધી બસ અકસ્માતમાં 3 વધુ મૃતદેહ મળ્યાં, અત્યાર સુધીમાં 50 લોકોના મોત,યાત્રીએ કહી આપવિતી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Feb 2021 10:55 AM (IST)
મધ્યપ્રદેશના સીધીના પટના ગામ નજીક મંગળવારે વહેલી સવારે ભયંકર અકસ્માત સર્જાયો હતો. પ્રવાસી ભરેલ બસ નહેરમાં ખાબકતાં 50 લોકોના મોત થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -