નવી દિલ્લી: ભારતીય નેતાઓ રાજનીતિમાં એક-બીજા ઉપર આરોપો લગાવતા રહે છે. પરંતુ એક એવો મુદ્દો છે, જ્યાં નેતાઓ રાજનીતિમાં ઉપર જઈને સાંસદો વિચારે છે. તેમાં તેમને કંઈ ખોટું દેખાતું નથી. પોતાની સેલરીના મુદ્દા પર સાંસદો એક સુરમાં અવાજ ઉઠાવીને કહે છે કે આજની મોંઘવારીમાં તેમની સેલરી જીરો છે. પરંતુ ખૂબ ટૂંકા સમયમાં તેમની આ ફરિયાદ દૂર થઈ શકે છે. તેમની વધેલી સેલરીની ગીફ્ટ કેંદ્ર સરકાર ખૂબ જલ્દી આપી શકે છે.
કેંદ્ર સરકારે સાંસદોની બેજિક સેલરીમાં 100 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. ભાજપા સાંસદ યોગી આદિત્યનાથની આગેવાનીવાળી સમિતિએ સાંસદોની બેજિક સેલરી 50 હજાર રૂપિયા વધારીને એક લાખ કરવાનો વિચાર કર્યો છે. સેલરી અને મોંઘવારી ભથ્થા માટે બનેલી સંયુક્ત સમિતિએ ભથ્થામાં પણ વધારો કરવાનો નિર્ણય કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે પીએમઓ પણ સમિતિની ભલામણોથી સહમત છે અને બહુ જલ્દીથી આ સંબંધમાં નિર્ણય લેવાઈ શકે છે.
કેંદ્ર સરકારે રાષ્ટ્રપતિની સેલરી હાલ 1.5 લાખથી વધારીને 5 લાખ રૂપિયા પ્રતિ મહિનો કરવા પર વિચારી રહી છે. તેની સિવાય રાજ્યપાલની સેલરી પણ 1.10 લાખથી વધારીને 2.5 લાખ કરવા માટે વિચારી રહી છે.