અમદાવાદઃ ગુજરાતમાં કોરોના બાદ હવે મ્યુકોરમાઇકોસિસ (Mucormycosis) મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ 1200 જેટલા કેસ છે અને 61 લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે બ્લેક ફંગસ (Black Fungus) સામે લડવા માટે મહત્વપૂર્ણ ગણાતી દવા અને ઇંજેક્શનની પણ અછત જોવા મળી રહી છે.


એક તરફ મ્યુકરમાઇકોસિસને મહામારી જાહેર કરવામાં આવી છે. તો બીજી તરફ અમદાવાદ સિવિલ(Ahmedabad Civil Hospital) અને એલજી હોસ્પિટલમાં (LG Hospital) મ્યુકરમાઈકોસિસની સારવાર માટે મહત્વના ઈંજેકશનની હજુ પણ જોવા મળી રહી છે અછત. બે દિવસ પહેલા જ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો માટે સરકાર તરફથી 1200 ઇંજેક્શન ફાળવવામાં આવ્યા. જે પાંચ દિવસ ચાલે તેમે છે. કારણ કે હવે એલજી હોસ્પિટલમાં પણ મ્યુકરમાઇકોસિસની સારવાર શરૂ કરવામાં આવી છે. અહીં પણ 45થી વધુ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તેમને રોજ આશરે 250 ઇંજેક્શન આપવામાં આવી રહ્યા છે.


સરકારી હોસ્પિટલના તબીબોનું માનીએ તો હાલની જરુરિયાત સામે માત્ર 10 ટકા જ ઇંજેક્શન ફાળવવામાં આવ્યા છે. બીજી તરફ ખાનગી હોસ્પિટલમાં પણ મ્યુકરમાઇકોસિસના 150 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તેમના પણ ઇંજેક્શનના ફાંફાં મારવા પડે છે.  આ દરમિયાન અમદાવાદની એલજી હોસ્પિટલમાં એમફોટેરિસીન ઈંજેક્શન નથી મળી રહ્યા. LG હોસ્પિટલમાં એમફોટેરિસીન (Amphotericin B) ઈંજેક્શનના સ્ટોક ન હોવાના બોર્ડ લગાવવામાં આવ્યા છે.


ગુરુવારે આરોગ્ય વિભાગે SVP હોસ્પિટલના બદલે LG હોસ્પિટલમાંથી ઇન્જેક્શન મળવા અંગે જાહેરાત કરી હતી. મ્યુકરમાઇકોસિસના દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોય તેમના માટે LG અને સોલા સિવિલમાં ઈંજેક્શન માટે વ્યવસ્થા કરાઈ હતી. AMC પાસે પણ અપૂરતો જથ્થો હોવાની વાત ખુદ AMCના આરોગ્ય અધિકારી સ્વીકારી ચુક્યા છે.  


Coronavirus Cases India:   દેશમાં એક જ દિવસમાં એક લાખ ઘટ્યા એક્ટિવ કેસ, 24 કલાકમાં વધુ 4194ને કોરોના ભરખી ગયો


Bloomberg Billionaires Index: એશિયાના ટોપ-5 ધનકુબેરોમાં ટોચ પર બે ગુજરાતી