રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયા પાસે કાર્મિકલ રોડ પર ગુરુવારે એક સ્કોર્પિયો કાર મળી હતી, જેમાં જિલેટીનની સ્ટીક હતી. તેની તપાસમાં ક્રાઈમ બ્રાંચ સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે.એક સીસીટીવીમાં ટાઈમ બરાબર નથી જોવા મળી રહ્યો અને બીજા સીસીટીવી ફૂટેજની તપાસમાં ખબર પડી કે સ્કોર્પિયો કાર 2 વાગ્યે 18 મિનિટ પર પાર્ક કરવામાં આવી હતી.


સીસીટીવીમાં જે ઈનોવા કાર જોવા મળી રહી છે, તે આ કેસમાં ઈન્વોલ્વ છે. ઘણા બધા સીસીટીવી ફુટેજ ચેક કર્યા બાદ પોલીસને જાણવા મળ્યું કે ગાડી 1 વાગ્યે 20 મિનિટ પર મુલુંડ ટોલનાકા પર જોવા મળી હતી, ફરિ બંને ગાડી પ્રિયદર્શની પાર્ક પાસે આશરે 1 વાગ્યે 40 મિનિટ પર મળી હતી.

ઈનોવા કારમાં બેસી નિકળ્યો હતો આરોપી

બાદમાં અલ્ટા માઉંટ રોડ પર આશરે 2 વાગ્યે 18 મિનિટ પર ગાડી પાર્ક કરવામાં આવી હતી અને થોડા સમય બાદ આરોપી સ્કોર્પિયો પાર્ક કરી પાછળની ઈનોવા કારમાં બેસી નિકળી ગયો હતો. રાત્રે આશરે 3 વાગ્યે 05 મિનિટ પર ઈનોવા કાર મુલુંડ ટોલનાકા પર જોવા મળે છે. હવે એ ગાડી ક્યાં ગઈ તે ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે.

ઈનોવા કારની નંબર પ્લેટ પણ ખોટી

તપાસ દરમિયાન ખબર પડી કે ઈનવો કારની નંબર પ્લેટ પણ નકલી હતી. પોલીસને શંકા છે કે જે સસ્પેક્ટે રેકી કરી હશે, તે ટુરિસ્ટ તરીકે ત્યાં ગયો હશે. પોલીસ આ વિસ્તારના સીસીટીવીની તપાસ કરી રહી છે જેનાથી સસ્પેક્ટની ખબર પડી શકે.