મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ભારતમાં પાક્સિતાની કલાકારો પર પ્રતિબંધનો વિરોધ અને સપોર્ટ કરતી ડિબેટમાં પહેલી વખત કંઈ બોલ્યા છે. તેમણે કહ્યું કે, તેમના માટે આર્ટ અને કલ્ચરની પહેલા દેશ છે. જણાવીએ કે વિતેલા ઘણાં દિવસોથી પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધની માગને લઈને ચર્ચા ચાલી રહી છે.

અંબાણીએ આગળ કહ્યું કે, મારા માટે હંમેશા દેશ પહેલા છે. હું બૌદ્ધિક નથી માટે હું બધી વસ્તુને સમજી નથી શકતો. પણ હા, તમામ ભારતીયની જેમ જ ભારત મારા માટે સૌથી પહેલા છે. રાજનીતિમાં આવવાને લઈને એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, હું રાજનીતિ માટે નથી બન્યો.

મુકેશ અંબાણીએ આ વાત મુંબઈમાં આયોજિત એક પ્રોગ્રામ 'ઓફ ધ કફ'માં લોકોના સવાલોના જવાબ આપતા કહી હતી. આ પ્રોગ્રામ જર્નલિસ્ટ શેખર ગુપ્તા અને બરખા દત્તના ડિજિટલ મીડિયા ઓર્ગેનાઈઝેશન ધ પ્રિન્ટ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.