ઈંડિયન ઈંસ્ટીટ્યૂટ ઓફ હ્યૂમન બ્રાંડ્સ દ્વારા વાર્ષિક પાવર કપલ રેંકીંગ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ભારતીય અબજોપતિ મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી ટોચ પર છે. આ સર્વે દેશભરમાં 25થી 40 વર્ષની ઉંમરના 1362 લોકોની વચ્ચે કરવામાં આવ્યો હતો. લિસ્ટમાં ફિલ્મ, એડ અને બિઝનેસ જગત સાથે જોડાયેલા લોકોને પણ સામેલ કરવામાં આવ્યા છે. જેમાં પાવર કપલ લિસ્ટમાં મુકેશ અને નીતા અંબાણી સૌથી ઉપર છે. મુકેશ અને નીતા અંબાણીને 94 ટકા પ્રભાવશાળી સ્કોર મળ્યો છે. બીજા નંબરે 86 ટકા સ્કોર સાથે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની જોડી છે. ઉપરાંત ત્રીજા સ્થાન પર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા છે. તેમણે 79 ટકા સ્કોર મેળવ્યો છે.  


આ સર્વેમાં 25 થી 40 વર્ષની ઉંમરના 1362 લોકોને મત પૂછવામાં આવ્યો હતો જેમાં 761 પુરુષ અને 601 મહિલાઓ સામેલ હતી. જેમાં મુકેશ અને નીતા અંબાણીની જોડી 94 ટકા સ્કોર સાથે પ્રથમ સ્થાને રહી હતી. આ લિસ્ટમા કોર્પોરેટર વર્લ્ડની પાંચ જોડીઓ ટોપ 20માં સામેલ છે. ઇન્ફોસિસના ફાઉન્ડર નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિ દસમા, સીરમ ઇન્સ્ટિટ્યૂટના અદાર  અને નતાશા પૂનાવાલા, 11મા, વિપ્રોના અઝીમ અને ચાસ્મીન પ્રેમજી 16મા સ્થાન પર, મહિન્દ્રા ગ્રુપના આનંદ અને અનુરાધા મહિન્દ્રા 19મા અને કુમાર મંગલમ અને નીરજા બિરલા 20મા સ્થાન પર રહ્યા હતા.



ગઇકાલે લગ્નના બંધનમાં બંધાયેલા કેટરિના અને વિક્કી કૌશલની જોડી આ સર્વેમાં નવમા સ્થાન પર રહી હતી. જ્યારે સૌથી સન્માનિત પાવર કપલ્સમાં નારાયણ મૂર્તિ અને પત્ની સુધા મૂર્તિ પ્રથમ નંબર પર રહ્યા હતા. મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની જોડી બીજા સ્થાન પર રહી હતી.


Metro Brands IPO: રાકેશ ઝુનઝુનવાલાએ રોકાણ કરેલ મેટ્રો બ્રાન્ડ્સનો IPO આજથી ખુલશે, જાણો કેટલી છે પ્રાઈસ બેન્ડ


Defence Ministry Recruitment 2021: સંરક્ષણ મંત્રાલયમાં આ જગ્યાઓ પર નીકળી ભરતી, જાણો વિગતે


SBI CBO Recruitment 2021: એસબીઆઈમાં સર્કલ આધારિત અધિકારીઓની 1226 જગ્યાઓ માટે ભરતી, જાણો વિગતે


રેસિડેન્ટ તબીબોની માંગ સ્વીકારાતા અમદાવાદમાં તબીબોએ હડતાળ કરી પૂર્ણ


ગાંધીનગરઃ આ તારીખથી 10 હજાર સિનિયર સરકારી ડોક્ટર્સ જશે હડતાળ પર, જાણો વિગત