પટના: લખનઉમાં 5 નવેંબરના સમાજવાદી પાર્ટીના 25માં સ્થાપના દિવસ કાર્યક્રમમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ભાગ નથી લેવાના. કાર્યક્રમમાં જોડાવવા માટે સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવે પોતે ગુરૂવારે રાત્રે નીતીશ કુમારને ફોન કર્યો હતો.
નીતીશ કુમારે કહ્યું કે 5 નવેંબરના કાર્યક્રમમાં લખનઉ જવું શક્ય નથી કારણ કે છઠ્ઠ પર્વની બિહારમાં પણ ઉજવણી થઈ રહી છે તેમજ તેના પોતાના ઘરમાં પણ આ પૂજા કરવામાં આવે છે. આ પહેલા સપા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શિવપાલ યાદવે ત્રણ દિવસ પહેલા નીતીશ કુમારને આ કાર્યક્રમમાં આવવા માટે આમંત્રણ આપ્યૂ હતું.
સુત્રોના જણાવ્યા મુજબ જનતા દળ યૂનાઈટેડના પૂર્ન અધ્યક્ષ અને પાર્ટીના સાંસદ શરદ યાદવ આ કાર્યક્રમમાં હાજર રહેશે. સમાજવાદી પાર્ટીના રજત જયંતી કાર્યક્રમ પર મુલાયમ સિંહ યાદવની એ કોશિશ છે કે તમામ સમાજવાદી પાર્ટીને એક છત નીચે લાવવામાં આવે તેમજ એક મહાગઠબંધન બનાવવામાં આવે. પરિણામે યૂપી વિધાનસભામાં બીજેપી વિરૂધ્ધ એક મજબૂત નેતૃત્વ ઉભુ કરવામાં આવે.
નીતીશ કુમાર મહાગઠબંધનથી એટલે બચી રહ્યા છે કે અખિલેશ અને શિવપાલ યાદવ વચ્ચે ઘમાસાણ બાદ સંભાવનાઓ એવી પણ છે કે પરિવારમાં બધુ એકદમ શાંત નહી થાય તો અખિલેશ અલગ ચૂંટણી લડી શકે છે.