લખનૌ: મુલાયમ સિંહ યાદવના પરિવારમાં જે ગૃહયુદ્ધ ચાલ્યું હતું, તેનો અંત આજે આવી શકે છે. જેના કારણે પાર્ટીમાં ફૂટ પડી શકે છે. સંકેત મળી રહ્યા છે કે હવે અંતિમ જાહેરાતની રાહ જોવાઈ રહી છે. મુલાયમ સિંહ યાદવ આજે લખનૌમાં પાર્ટી નેતાઓ સાથે મીટિંગ કરવાના છે. અને થોડા જ કલાકોમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ પહેલા યુપીના સીએમ અને મુલાયમ સિંહના પુત્ર અખિલેશે સંબોધન કર્યુ હતું.
શું કહ્યું અખિલેશે
-જો કોઈને એમ લાગતુ હોય કે મારા રાજીનામાથી બધુ સરખુ થઈ જશે તો હુું રાજીનામું આપવા તૈયાર છું.
-નેતાજીએ (મુલાયમ સિંહે) જે કહ્યું તે સહન કર્યુ છે.
-હું પાર્ટી નહિ બનાવું.
-જેને પાર્ટીમાંથી કઢાયા તે લોકો ભ્રષ્ટ છે. -શિવપાલ યાદવ
આજે તૂટી શકે છે સમાજવાદી પાર્ટી
સમાજવાદી પાર્ટી માટે આ એક ઐતિહાસિક દિવસ સાબિત થશે. વિરોધીઓએ ક્યારેય સપનામાં પણ નહિ વિચાર્યુ હોય એવું થશે. આજે સમાજવાદી પાર્ટીમાં ભંગાણ થઈ શકે છે.
મુલાયમ સિંહ યાદવે આજે લખનૌમાં પાર્ટી મુખ્યાલય 19 વિક્રમાદિત્ય માર્ગ પર મહત્વની બેઠક બોલાવી છે. જેમાં ધારાસભ્યોસ વિધાનસભાના સભ્યો, પૂર્વ સાસંદો વગેરેને બોલાવ્યા છે.
આ બેઠકમાં મુલાયમ સિંહ સાથે સીએમ અખિલેશ યાદવ પણ હાજર રહેશે. કાલે સમાજવાદી પાર્ટી અને મુલાયમ સિંહના પરિવારમાં જે કંઈ પણ થયું તેનાથી સ્પષ્ટ છે કે આજે મુલાયમ સિંહ પોતાનો નિર્ણય જણાવશે.
સમાજવાદી પાર્ટીના ઘરમાં ઘમાસાણ હવે એ હદે વધી ગયું છે કે, પાર્ટી તૂટવાની અણી પર ઊભી છે. જેની આજે ઔપચારિક જાહેરાત પણ થઈ શકે છે. સપા માટે રવિવારનો દિવસ ભારે દુખનો રહ્યો.
પરિવારમાં થયેલા યુદ્ધને કારણે મુલાયમ સિંહ રડી પડ્યા હતા. પોતાના મિત્ર અને આરએલડીના ચીફ અજીત સિંહ સાથે ફોન પર મુલાયમે જે કહ્યું તે સંકેત આપે છે કે હવે પિતા-પુત્રના રસ્તા અલગ થઈ ગયા છે.
સૂત્રોએ જણાવ્યું કે મુલાયમ સિંહ પોતાના ઘરે નેતાઓની મીટિંગમાં રડી પડ્યા હતા.
મુલાયમ સિંહે કહ્યું કે જો બાપ કા નહિ હો સકા વો બાત કા ક્યા હોગા. એટલે કે નેતાજીના અનુસાર અખિલેશ યાદવ તેમના હાથમાંથી નીકળી ગયા છે.
જો કે ગઈ કાલે અખિલેશે કહ્યું હતું કે તે પાર્ટી તોડવા નથી માંગતા. નેતાજી મારા નેતા જ નહિ, મારા પિતા પણ છે. હું આખી જિંદગી તેમની સેવા કરીશ. હું પાર્ટીમાં જ રહીશ, પાર્ટી તોડવાનો મારો કોઈ ઈરાદો નથી.