નવી દિલ્લી: જમ્મુ-કશ્મીરમાં આર એસ પૂરા સૈક્ટરમાં પાકિસ્તાને પરિવાર સીઝફાયરનું ઉલ્લંધન કર્યું છે. પાક રેંજરોએ બીએસએફની ચોકીને નિશાન બનાવી ગોળીબાર કર્યો હતો. જેમાં એક જવાન શહીદ થયા છે અને એક ઘાયલ થયાના અહેવાલ છે. શહીદ જવાન સુશીલ કુમાર હરિયાણાના કુરુક્ષેત્રના હતા. ભારતીય સૈન્ય તરફથી હુમલાનો જવાબ આપી રહી છે. પાકિસ્તાનની ચોકીઓને ભારતે ધ્વસ્ત કરી છે. આરએસ પુરા અને અને અખનૂરમાં ફાયરિંગ ચાલી રહ્યું છે. જેના જવાબમાં ભારતીય સૈન્યએ પાક.ની 20 ચોકીઓને નિશાનો બનાવી હતી.
આ હુમલામાં આઠ વર્ષના સ્થાનિક બાળકનું મોત થયુ છે અને ચાર સ્થાનિકોને ઈજા પહોંચી છે.
શહીદ જવાન સુશીલ કુમાર
આ પહેલા સેનાએ 19 અને 20 ઓક્ટોબરની રાત્રે જમ્મૂના હિરાનગર સેક્ટરમાં બોબિયા પોસ્ટ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બીએસએફનો એક જવાન શહિદ થયો હતો, પરંતુ બીએસએફે પણ પોતાના જવાનનો બદલો લઈ પાકિસ્તાનની સેનાના સાત જવાન અને એક આતંકીને મોતને ધાટ ઉતાર્યા હતા.