બદાયું: ઉત્તરપ્રદેશના બદાયું જિલ્લાના વજીરગંજમાં વાહન ચેકિંગ દરમિયાન મોટર સાઈકલ સવાર પર પોલીસે બંદૂક તાકી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાહન ચાલકો સામે પોલીસ બંદૂક રાખી ઉભી રહી જાય છે અને અન્ય એક કર્મચારી તેમના હાથ ઉપર કરાવી તપાસ કરે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયા બાદ બદાયૂના એસએસપી અશોક કુમાર ત્રિપાઠીએ સામે આવીને જવાબ આપ્યો પડ્યો હતો.


ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ તેમણે કહ્યું કે પહેલા ઘણી વખત ચેકિંગ દરમિયાન કેટલાક બદમાશોએ પોલીસ પર ફાયરિંગ કર્યું છે. આ પ્રકારની ઘટનાઓમાં અમારા કેટલાક પોલીસ કર્મચારીઓ માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા છે. જેને લઈને અમે આ પ્રકારની નવી તરકીબ અપનાવી છે.