નવી દિલ્લી: સર્જિકલ સ્ટ્રાઈકને લઈને ભાજપના વિવાદિત હોર્ડિંગ્સ લગાવ્યા બાદ સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં સર્જિકલ સ્ટ્રાઈક પર હોર્ડિંગ્સ લગાવ્યા છે. મેરઠના નોવેલ્ટી ચોકમાં લગાવવામાં આવેલા હોર્ડિંગ્સમાં લખવામાં આવ્યું છે કે મુલાયમ સિંહ યાદવની સલાહ પર ભારતે પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.
સમાજવાદી યુવજાન સભાના જિલ્લા અધ્યક્ષ મોહમ્મદ શમશેરે એક અંગ્રેજી છાપા સાથેની વાતચીતમાં સ્વીકાર કર્યો કે હોર્ડિગ્સ તેમના દ્વારા લગાવવામાં આવ્યા છે. હોર્ડિગ્સમાં દોવો કરવામાં આવ્યો છે કે મુલાયમ સિંહના કહેવાથી પીએમ નરેંદ્ર મોદીએ સર્જિકલ સ્ટ્રાઈકનો આદેશ આપ્યો હતો. આ હોર્ડિગ્સમાં મુલાયમ સિંહ યાદવ, અખિલેશ યાદવ અને મલિકની તસવીર લગાવવામાં આવી છે, અને ભારતીય સેનાને ધન્યવાદ કહેવામાં આવ્યું છે. હોર્ડિગ્સમાં લખવામાં આવ્યુ છે કે સ્ટ્રાઈક કરી દેશનું માન વધારનારા સૈનિકો હીરો અને રાજનિતી કરનારા ઝીરો છે. હોર્ડિંગ્સમાં નિશાન ભાજપા તરફ સાધવામાં આવ્યું છે.
શમસેર મલિકે કહ્યું કે નેતાજી પહેલા રક્ષા મંત્રી રહી ચુક્યા છે અને તેમને બોર્ડર-આતંકવાદ વિશે સારી જાણકારી છે. મલિકે કહ્યું મુલાયમ સિંહ મોદીને મળ્યા હતા અને તેમને સર્જિકલ સ્ટ્રાઈક કરવાની સલાહ આપી હતી.