પુલવામા: જમ્મુ-કશ્મીરના પુલવામામાં તુમલહાલ ગામમાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ દરમિયાન ગામમાં સુરક્ષા કરી રહેલા પોલીસ પાસેથી આતંકવાદીઓએ રાયફલ છીનવી લીધી હતી.


ઉલ્લેખનીય છે કે સુરક્ષાબળો તરફથી આતંકી બુરહાન વનીને ઠાર માર્યા બાદ કશ્મીરમાં હથિયાર છીનવી લેવાની અત્યાર સુધીની 27 ઘટનાઓ બની છે. સેનાએ શનિવારે કહ્યું હતું કે કશ્મીરના નૌગામ સેક્ટરમાં ઠાર મરાયેલા ચાર આતંકીઓ પાસેથી પાકિસ્તાની નિશાન વાળા ગ્રેનેડ મળી આવ્યા હતા. જે એ વાતનો પૂરાવો છે કે આતંકવાદને પ્રોત્સાહન આપવામાં પડોશી દેશનો હાથ છે.



સેનાના પ્રવક્તાએ કહ્યું હતું કે, આતંકીવાદીઓ પાસેથી મળેલા હથિયારો અને યુબીએલજી ગ્રેનેડ પર પાકિસ્તાન ઓર્ડિનંસ ફેક્ટરીના નિશાન આ વાતનો પૂરાવો છે કે આતંકવાદને પાકિસ્તાન સમર્થન આપે છે. તેમની પાસેથી મળેલી ખાવા-પીવાની વસ્તુઓ અને દવાઓ પર પણ પાકિસ્તાનના નિશાન છે.