Multi Vitamin Food: ફૂડ દ્રારા જ શરીરને બધા જ જરૂરી વિટામિન, પોષકતત્વ મળવા જોઇએ,  એક એવી સબ્જી છે. જેમાં તમામ વિટામિન અને પોષકતત્વો મળી રહે છે. તેને ડાયટમાં જરૂર કરો સામેલ કોરોના કાળમાં સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. શરીરને મજબૂત બનાવવા માટે લોકો મલ્ટીવિટામિનનું સેવન કરે છે.  બદલતી સિઝન સાથે ખુદને મજબૂત રાખવી જરૂરી છે. આજે અને આપને એક એવી અદભૂત સબ્જી વિશે જણાવી રહ્યાં છીએ. જેમાં બધા જ પ્રકારના વિટામીન અને પોષક તત્વો છે. તે પોષક તત્વોથી ભરપૂર હોવાથી તે સબ્જી નથી પરંતુ ઔષધી છે. કન્ટોલા જેને વન કારેલા પણ કહેવાય છે. આ સબ્જીમાં વિટામિન બી12, વિટામિન ડી,  કેલ્શિયમ, જિંક,  કોપર, મેગ્નશિયમ જેવા પોષક તત્વો છે. 


મલ્ટીવિટામીનથી ભરપૂર સબ્જી
કન્ટોલાને મલ્ટી વિટામિનથી ભરપૂર છે. તેમાં પ્રોટીન, ફાઇબર, કાર્બોહાઇડ્રેટસ, વિટામિન બી1, બી2, બી3, બી5,  બી6, બી 12, વિટામિન ઇ, વિટામિન સી, વિટામીન ડી2,3, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ, વિટામિન એચ, વિટામિન કે, કોપર,  જિક છે એટલે કે આ સાધારણ સબ્જી નથી. આ સબ્જીમાં શરીરને મજબૂત કરતા બધા જ વિટામિન છે. કન્ટોલાની તાસીર ગરમ હોય છે તેમજ તે ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.  તેના ખાવાથી જબરદસ્ત તાકાત મળે છે. 
કન્ટોલાથી કઇ બીમારીમાં રાહત મળે છે
કન્ટોલા એક સબ્જી હોવાની સાથે એક ઓષધ છે. આયુર્વેદમાં તેનું ઘણું મહત્વ છે. 
કન્ટોલના સેવનથી માથાનો દુખાવો, કાનમાં દુખાવો અને વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે
ખાંસી અને પેટના ઇન્ફેકશનમાં પણ કન્ટોલાની સબ્જી ખૂબ જ કારગર છે. 
કમળાની બીમારીમાં પણ કન્ટોલા ખાવાથી રાહત મળે છે. 
તે બ્લડ શુગર નિયંત્રિત રાખતું હોવાથી ડાયાબિટિશમાં ઔષધનું કામ કરે છે. 
વરસાદની સિઝનમાં થતી સ્કિન એલર્જીમાં પણ તે દવાનું કામ કરે છે. 
તાવ આવતો હોય તો આપ કન્ટોલ લઇ શકો છો
કન્ટોલા કેન્સર, બ્લડ પ્રેશર જેવી બીમારીથી બચાવામાં મદદગાર છે. 


કઇ રીતે કરશો સેવન
મોટાભાગના લોકો તેને સબ્જી બનાવીને ખાવાનું પસંદ કરે છે. આપ તેને કેરેલાની જેમ બનાવીને ખાઇ શકો છો. આયુર્વેદમાં તેના મૂળ, ફુલ અને પાન રસનો પણ ઉપયોગ થાય છે. આપને કોઇપણ સબ્જીની દુકાનથી આ સબ્જી સરળતાથી મળી જશે,