મુંબઈઃ મુંબઇમાં મોડેલિંગ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કારકિર્દી બનાવવા ગયેલા ગુજરાતના 19 વર્ષીય  યુવક સાથે ચાર લોકોએ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યું  હોની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. વાગલે એસ્ટેટ પોલીસે આ કેસમાં ત્રણ આરોપીને ઝડપી લીધા છે જ્યારે ફરાર ચોથા આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

ગુજરાતનો 19  વર્ષીય મોડલ યુવક ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કારકિર્દી બનાવવા   મુંબઇ  ગયો હતો. યુવક થાણેમાં તેના સબંધીના ઘરે રહેતો હતો. આ યુવકનો સોશિયલ મિડીયાના માધ્યમથી પુનિત શુકલા નામના યુવક સાથે પરચિય થયો હતો. પુનિતે તેને અન્ય યુવકો સાથે ઓળખ કરાવી હતી.

પુનિતે યુવકને કામના બહાને વાગલે એસ્ટેટ વિસ્તારમાં બંધ પડેલી એક બિલ્ડીંગમાં બોલાવ્યો હતો. યુવકને લઈને તે ધાબા  પર ગયો ત્યારે પુનિતના ત્રણ મિત્રો પણ હાજર હતા. પુનિત અને તેની સાથેના અન્ય ત્રણ યુવકોએ મળીને તેને માર મારીને લૂંટી લીધો હતો. એઓ પછી  તેની સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આતરાને પરાણે શારીરિક સંબંધો બાંધ્યા હતા.  યુવકે વિરોધ કર્યો તો તેને મારમાર્યો હતો.

પુનિત તથા તેના મિત્રોએ આ ઘટનાનો વિડીયો ઉતારી લીધો હતો. પુનિતે યેનકને આ વીડિયો બતાવીને ધમકી આપી હતી કે, કોઇને કહીશ અથવા પોલીસ ફરિયાદ નોંધાવીશ તો   વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ કરી દઈશ. મોડલ યુવક તેમની ચુંગાલમાંથી છુટીને સબંધીના ઘરે આવ્યો પચી પરિવારને આ અંગે જાણ કરતાં તેમમે વાગલે એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં ચારેય યુવકો સામે ફરિયાદ નોંધાવી હતી.  પોલીસે તપાસ કરીને પોલીસે આરોપી પુનિત શુકલા, રવિ જયસ્વાલ (ઉ. 34 વર્ષ ), અરવિંદ પ્રજાપતિ (ઉ.23 વર્ષ)ને પકડી પાડયા છે  જ્યારે ચોથા ફરાર આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.