Mumbai: દેશની સૌથી મોટી મહાનગરપાલિકા મુંબઈ મહાનગરપાલિકા મુંબઈ મહાનગરપાલિકા (BMC) ની એક હોસ્પિટલમાં 4 દિવસમાં 4 નવજાત બાળકોના મોત મામલે મહારાષ્ટ્ર વિધાનસભા (Maharashtra Assembly) સુધી પહોંચી ગયો છે. આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે હોસ્પિટલ પ્રશાસન દ્વારા લાપરવાહી કરવામાં આવી છે. આ કારણે નવજાત બાળકોના જીવ ગયા છે. આ મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government) માટે શરમની વાત છે. મુંબઈના ભાંડુપ (Bhandup) સ્થિત સાવિત્રીબાઈ જ્યોતિબા ફુલે (Savitribai Jyotiba Phule) પ્રસૂતિ ગૃહમાં 4 દિવસોમાં 4 નવજાત બાળકોના મોત થયા છે. પીજિત પરીવારનું માનીએ તો તેમણે જણાવ્યું કે એસી (AC) ના કારણે આ બાળકોને ઈન્ફેક્શન લાગ્યું આ કારણે બાળકોને બચાવી ન શકાયા.
4 દિવસમાં 4 નવજાત બાળકોના મોત
આ ગંભીર મામલા પર કેટલાક પીડિત પરીજનો સાથે પણ ABP ન્યૂઝ સંવાદદાતાએ વાત કરી હતી. પીડિત પ્રમોદ મોરે જણાવે છે કે તેમણે 5 દિવસ પહેલા તેની પત્નીને હોસ્પિટલમાં ડિલીવરી માટે દાખલ કરાવી હતી. દિકરાનો જન્મ થયો પરંતુ તેની તબિયત પ્રશાસને ખરાબ જણાવી હતી. સારવાર થતી રહી. મોંઘી દવાઓ લાવવા માટે તેમને કહેવાયું અને પછી 22 ડિસેમ્બરે હોસ્પિટલ પ્રશાસન જણાવ્યું કે તેમના બાળકનું મોત થયું છે. મોતનું કારણ ઈન્ફેક્શન (Infection) જણાવવામાં આવ્યું છે.
અમદાવાદમાં થર્ટી ફસ્ટની રાત્રે ફટાકડા ફોડતાં પહેલાં આ વાતનું રાખજો ધ્યાન નહિતર થઈ જશો જેલભેગા
નવા વર્ષની ઉજવણી આવી રહી છે. આ વર્ષે પણ લોકો કરફ્યૂ વચ્ચે નવુ વર્ષ અને ક્રિસમસ ઉજવશે. આવામાં અમદાવાદ શહેર પોલીસ (ahmedabad police) દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. જે મુજબ ક્રિસમસની ઉજવણી માટે પોલીસ કમિશનરે રાતે 11.55 વાગ્યાથી 12.30 વાગ્યા સુધીની જ મંજૂરી આપી છે. આ 35 મિનિટની મંજૂરી 25 અને 31 ડિસેમ્બર એમ 2 દિવસ પૂરતી છે. આ સિવાયના સમયમાં જે વ્યક્તિ ફટાકડા ફોડશે તેની વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી ધરપકડ કરાશે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડયું છે. દિવાળીની માફક જ નવા વર્ષની ઉજવણીમાં પણ પ્રતિબંધ મૂકાયો છે. જેમાં ફટાકડા ફોડવા, વેચાણ અને ઉત્પાદન માટે નિયમો મૂકાયા છે. ક્રિસમસની રાત્રે 11.55થી 12.30 વાગ્યા સુધી જ આતશબાજી કરી શકાશે. 24 ડિસેમ્બર અને 25 ડિસેમ્બરે રાત્રે 11-55થી 12-30 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે.
જાહેરનામામાં સ્પષ્ટ કર્યું છે કે, સિરીઝમાં જોડાયેલા, વધુ પ્રદૂષણ કે અવાજ કરતા ફટાકડા ફોડી શકાશે નહીં. આ ઉપરાંત વિદેશી ફટાકડા પર પણ પ્રતિબંધ લાદ્યો છે. આ સિવાય હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થા, ન્યાયાલય, ધાર્મિક સ્થળથી 100 મીટરની ત્રિજ્યાનો વિસ્તાર સાઈલન્ટ જોન હોવાને કારણે ત્યાં પણ ફટાકડા ફોડી શકાશે નહીં.
આ હુકમ અન્વયે અમદાવાદ શહેર પોલીસ કમિશનરરેટ વિસ્તારમાં ફરજ બજાવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના કોઈપણ અધિકારિશ્રીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઇસમો સામે આઇ.પી.સી. કલમ-૧૮૮ અને અન્ય કાનુની જોગવાઈઓ સહિત જી.પી. એક્ટની કલમ-૧૩૧ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.