Mumbai-Ahmedabad bullet train: આ વિશાળકાય મશીન રેલ કોરિડોર પર ઝડપથી પુલ નિર્માણમાં કામ આવશે. આ મશીન FSLM ટેકનિક પર કામ કરે છે. જે અન્ય ટેકનિકની સરખામણીમાં ઝડપથી છે


ભારતીય રેલવેએ મુંબઇ-અમદાવાદ રૂટ પર પ્રસ્તાવિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામમાં ગતિ લાવવા માટેની કવાયત હાથ ઘરી છે. રેલવેએ 508 કિલોમીટર લાંબા રૂટ પર હાઇ સ્પીડ રેલ કોર્રિડોર પર પુલ નિર્માણ માટે વિશેષ રીતે એક વિશાળકાય મશીન  સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. મુંબઇ- અમદાવાદ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ (MAHSR) હેઠળ વિશાળકાય મશીન (Full Span Launching Equipment-Straddle Carrier and Girder Transporter) રેલ કોરિડોર પર ઝડપથી પુલના નિર્માણ કરવા માટે કામ આવશે.


આ મશીન Full Span Launching Methodology(FSLM) પર કામ કરે છે. જે અન્ય ટેકનિકની સરખામણીમાં ખૂબ જ ઝડપી છે. આ જ કારણ છે કે, આ ટેકનિકનો ઉપયોગ આજકાલ દુનિયા ભરમાં કરવામાં આવી રહ્યો છે. તેની મદદથી ડબલ ટ્રેક પર પુલોનું નિર્માણ માટે ગર્ડરો (girders)ને એક વખત તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ તેને લોન્ચ કરવાના કામમાં પણ ગતિ આવશે. આ સાથે હવે  ભારત આ ટેકનિક યુઝ કરનાર  ઇટલી, નોર્વે , કોરિયા અને ચીન જેવા દેશોની યાદીમાં સામેલ થઇ ગયો છે. જે આ પ્રકારના મશીનને ડિઝાઇન કરીને તેનું મેન્યુફેકચરિંગ કરે છે.


 લાર્સન એન્ડ ટૂબોએ તૈયાર કર્યુ મશીન


આ FSLM મશીનને ઇન્ફાક્સ્ટ્રકચર ક્ષેત્રની ટોપની કંપની લાર્સન એન્ડ ટૂબ્રો(L&T)એ તૈયાર કર્યું છે. તેમનું નિર્માણ L&Tના કાંચીપુરમ, ચેન્નઇ સ્થિત મેન્યુફેક્ચિરિંગ પ્લાન્ટમાં કરવામાં આવ્યું છે. આ કંપનીએ માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટર પ્રાઇઝ (MSME) વિસ્તારની  55 કંપનીઓ સાથે પાર્ટનરશિપ કરી છે. વાપી અને અમદાવાદ વચ્ચે 237 કિલોમીટર  લાંબા રૂટના ડિઝાઇન અને નિર્માણ માટે સરકાર પાસેથી  25,000 કરોડ રૂપિયાનું  ટેન્ડર મળ્યું છે.


મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર કુલ ખર્ચ 1.08 લાખ કરોડ આંકવામાં આવી છે. જેમા માટે જાપાન ઇન્ટરનેશનલ  કો ઓપરેશન એજન્સી દ્વારા ફડિંગ પણ કરવામાં આવી રહી છે. આ સાથે મુંબઇ અમદાવાદ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ દ્રારા આ વિસ્તારમાં 90,000 લોકોને રોજગારી મળવાની શક્યતા છે. જેમાં ટેકનિકલી રીતે સ્કિલ્ડ, અનસ્કિલ્ડ 51,000 લોકોને રોજગારી મળશે.