તેમણે જણાવ્યું કે, મોતનું કારણ હજી સ્પષ્ટ થઇ શક્યું નથી. તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. નાસિક પોલીસ આયુક્ત વિશ્વાસ નાંગ્રે પાટિલે યૂસુફ મેમણની મોતની પુષ્ટી કરી હતી.
યુસુફ મેમણ પર મુંબઈ સિરિયલ બ્લાસ્ટના કાવતરામાં સામેલ હોવાનો આરોપ હતો. યુસુફ મેમણને 2007 માં આજીવન કેદની સજા ફટકારવામાં હતી. સજા સંભળાવ્યા બાદ પહેલા તેને ઓરંગાબાદ જેલમાં અને પછી નાસિક જેલમાં ખસેડવામાં આવ્યો હતો.
યુસુફ મેમણને 2007 માં આજીવન કેદની સજા ફટકારવામાં હતી. તે પહેલા મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ હતો. આ પછી, તેને 2018 માં નાસિક જેલમાં ખસેડવામાં આવ્યો હતો. યાકુબ મેમણનો ભાઈ ઇસાક મેમણ પણ નાસિક જેલમાં સજા ભોગવી રહ્યો છે.
મુંબઈમાં 12 માર્ચ, 1993 ના રોજ બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેમાં 250 થી વધુ લોકોના મોત થયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા. આ કેસમાં યાકૂબ મેમણને 2015માં ફાંસીની સજા આપવામાં આવી હતી.