મુંબઈ : મુંબઈના ઉત્તરી અને પૂર્વ ઉપનગરોમાં ઝડપથી વધતા કોરોનાના કેસના કારણે બીએમસીની ચિંતામાં વધારો થયો છે. જેને લઈને સોમવારે ‘Mission Zero’ અભિયાન લોન્ચ કર્યું છે. પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ મુજબ લોન્ચ કરવામાં આવેલા અભિયાનમાં બીએમસીનું લક્ષ્ય વધુમાં વધુ સ્ક્રીનિંગ કરી ઉતરી અને પૂર્વી ઉપનગરોને કોરોનાનું હોટસ્પોટ બનતા રોકવાનું છે. તેને લઈને બીએમસીએ સોમવારે 50 મોબાઈલ ડિસ્પેંસરિઓનું ઉદ્ધાટન કર્યું છે.
આ 50 મોબાઈલ ડિસ્પેંસરી ઉત્તર અને પૂર્વી ઉપનગરોમાં ઘરે-ઘરે જઈને સ્ક્રીનિંગ કરશે. મોબાઈલ ડિસ્પેંસરીમાં ખાસ ડૉક્ટર્સની ટીમ હશે. સાથે કેટલાક વોલંટિયર્સ પણ હશે. બીએમસી ઉત્તરી અને પૂર્વી ઉપનગરોમાં કોરોનાની ચેન તોડવા માંગે છે જેમ કે તેઓ ધારાવી અને વર્લીમાં કરવામાં સફળ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે કાંદિવલીથી લઈને દહિસર સુધી 115 કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લા 25 દિવસમાં કાંદિવલીમાં 2090, મલાડમાં છેલ્લા 19 દિવસમાં 3378, બોરિવલીમાં છેલ્લા 18 દિવસમાં 1825 અને દહિસરમાં છેલ્લા 14 દિવસમાં 1274 કોરોના સંક્રમિત દર્દીઓ મળ્યા છે.
મુંબઈના મેયર કિશોરી પેડનેકરે અભિયાન વિશે જણાવ્યું કે બીએમસીનું માત્ર એક જ લક્ષ્યાંક છે કે આ વિસ્તારને કોરોના મુક્ત કરવાના છે. કિશોરી પેડનેકરનું કહેવાનું છે કે બીએમસી ભલે આ મિશન પર કામ કરી રહ્યું હોય પરંતુ લોકોએ પણ અમારો સાથ આપવો પડશે. ઉત્તરી વિભાગમાં રહેતા લોકોને મારી અપીલ છે કે તેઓ સહયોગ કરે. એટલે અમારુ જે એક મહિનાનું લક્ષ્યાંક છે કે ઉત્તરી અને પૂર્વી ઉપનગર વિભાગને કોરોના કેંદ્ર બનતા રોકવાનું તેમાં અમે સફળ થઈ શકીએ.
મુંબઇ: ઉત્તર અને પૂર્વીય વિસ્તારમાં કોરોનાના કેસ વધતા, BMCએ 'મિશન ઝીરો' અભિયાન શરૂ કર્યું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Jun 2020 05:22 PM (IST)
બીએમસીનું લક્ષ્ય વધુમાં વધુ સ્ક્રીનિંગ કરી ઉતરી અને પૂર્વી ઉપનગરોને કોરોનાનું હોટસ્પોટ બનતા રોકવાનું છે. તેને લઈને બીએમસીએ સોમવારે 50 મોબાઈલ ડિસ્પેંસરિઓનું ઉદ્ધાટન કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -