ST Bus Accident:સોમવારે રાત્રે (29 ડિસેમ્બર) મુંબઈના ભાંડુપમાં એક બેસ્ટ બસ રિવર્સ લેતા   ચાર લોકોના મોત થયા છે.  મૃતકોમાં ત્રણ મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં દસ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. ડ્રાઈવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

Continues below advertisement

મળતી માહિતી મુજબ, ભાંડુપ (પશ્ચિમ)માં સ્ટેશન રોડ નજીક બેસ્ટ બસ રિવર્સ  મારતા  પાછળ ઉભેલા લોકો સાથે ટક્કાઇ હતી. ઘટનાની જાણ થતાં. મુંબઈ ફાયર બ્રિગેડ, પોલીસ કર્મચારીઓ અને બેસ્ટ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પ્રારંભિક માહિતી અનુસાર, બસ રિવર્સ કરતી વખતે પાછળ ઉભેલા લોકોને ટક્કર મારી હતી. ઘટનાનું ચોક્કસ કારણ શોધવામાં આવી રહ્યું છે. ઘાયલ લોકોને હોસ્પટલ પહોંચાડવા  108 એમ્બ્યુલન્સ સેવાઓ સહિતની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો કાર્યરત થઇ હતી. 

 દુર્ઘટનામાં 4 લોકોના મોતઝોન 7ના ડીસીપી હેમરાજ રાજપૂતે જણાવ્યું હતું કે, અકસ્માતમાં અત્યાર સુધીમાં કુલ ચાર લોકોના મોત થયા છે, જ્યારે 10 અન્ય ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક અજાણી મહિલા (આશરે 31 વર્ષ) ને રાજાવાડી હોસ્પિટલમાં મૃત હાલતમાં લાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પ્રશાંત લાડ (51 વર્ષ, પુરુષ) ને પણ તે જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

Continues below advertisement

અકસ્માતના કારણોની તપાસઅકસ્માત કેવી રીતે સર્જાયો. તેની તપાસ ચાલી રહી છે. દરમિયાન, ત્રણ લોકોને મૃત હાલતમાં એમ.ટી. અગ્રવાલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા નવ લોકોની સારવાર ત્યાં જ ચાલી રહી છે. ઘટનાની માહિતી મળતાં જ વહીવટીતંત્રે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.              

બસ ડ્રાઈવરની અટકાયત

બેસ્ટ બસ અકસ્માત અંગે ડીસીપી હેમરાજ સિંહ રાજપૂતે જણાવ્યું હતું કે બસ ડ્રાઈવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ અકસ્માત બસની ઝડપ, બ્રેક ફેઈલ થવાથી કે ડ્રાઈવરની બેદરકારીને કારણે થયો છે.