મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં કોરોનાથી હાહાકાર મચી ગયો છે. જોકે, શુક્રવારની સરખામણીમાં શનિવારે મુંબઈમાં કોરોનાના કેસોમાં થોડો ઘટાડો નોંધાયો છે. આજે મુંબઈમાં 20 હજાર 318 નવા કોરોના દર્દીઓની પુષ્ટિ થઈ છે, જ્યારે શુક્રવારે 24 કલાક દરમિયાન 20 હજાર 971 કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા.
છેલ્લા 24 કલાક દરમિયાન મુંબઈમાં 5 કોરોના સંક્રમિત દર્દીઓના મોત થયા છે. હાલમાં શહેરમાં કોરોનાના 1 લાખ 6 હજાર 37 એક્ટિવ દર્દીઓ છે. સરકારના જણાવ્યા અનુસાર, હાલમાં 21.4 ટકા બેડ પર દર્દીઓ છે. BMC દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 6 હજાર 3 દર્દીઓ સાજા થયા છે, ત્યારબાદ કોરોનાથી સાજા થનારા લોકોની કુલ સંખ્યા વધીને 7 લાખ 70 હજાર 56 થઈ ગઈ છે. આજે મુંબઈમાં ડબલિંગ રેટ 47 દિવસનો રહ્યો.
એક અઠવાડિયામાં આ રીતે કેસ વધ્યા
07 જાન્યુઆરી- 20971
06 જાન્યુઆરી- 20181
05 જાન્યુઆરી- 15166
04 જાન્યુઆરી- 10860
03 જાન્યુઆરી- 8082
02 જાન્યુઆરી- 8063
01 જાન્યુઆરી- 6347
રાજ્યમાં કોરોનાના 5 હજારથી વધુ નવા કેસ
રાજ્યમાં કોરોના વિસ્ફોટ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 5677 કેસ નોંધાયા છે. બીજી તરફ 1359 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,22,900 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 96.14 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 3,07,013 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 2521, સુરત કોર્પોરેશનમાં 1578, વડોદરા કોર્પોરેશનમાં 271, રાજકોટ કોર્પોરેશનમાં 166, વલસાડ 116, રાજકોટ 91, આણંદમાં 87, સુરતમાં 83, ખેડા 64, કચ્છમાં 63, ભાવનગર કોર્પોરેશનમાં 62, જામનગર કોર્પોરેશનમાં 53, ગાંધીનગર કોર્પોરેશન 51, અમદાવાદ 46, ભરુચ 41, મહેસાણા 41, વડોદરા 38, જૂનાગઢ કોર્પોરેશનમાં 36,ગાંધીનગર 30, મોરબી 26, નવસારી 26, દાહોદ 21, જામનગર 20, અમરેલી 19, બનાસકાંઠા 14, મહીસાગર 14, ભાવનગર 13, દેવભૂમિ દ્વારકા 13, પંચમહાલ 13, સુરેન્દ્રનગર 13, ગીર સોમનાથ 9, અરવલ્લી 8, સાબરકાંઠા 8, છોટા ઉદેપુર 5, તાપી 5, જૂનાગઢ 4, ડાંગ 3, પોરબંદર 3 અને પાટણ 2 કેસ નોંધાયા છે.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 22901 કેસ છે. જે પૈકી 25 વેન્ટીલેટર પર છે, જ્યારે 22876 નાગરિકો સ્ટેબલ છે. 822900 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10128 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે એક પણ મૃત્યુ થયું નથી.