મુંબઈઃ કોરોનાનો કહેર વધતા હવે મોલમાં જનારા લોકો માટે કોરોના ટેસ્ટ કરવામાં આવશે. બીએમસીએ કહ્યું કે, તે મુંબઈમાં તમામ મોલને કોરોના વાયરસ ટેસ્ટના સેમ્પલ લેવા માટે રેપિડ એન્ટીજન ટેસ્ટની સુવિધા આપશે.
એડિશનલ મ્યુનિસિપલ કમિશ્નર સુરેશ કાકાનીએ કહ્યું કે, ઝડપથી વધી રહેલ કોરોનાના કેસને કારણે બીએમસીએ આ નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે, 22 માર્ચતી તમામ મોલ માટે સ્વેબ કલેક્શનની સુવિધા ફરજિયાત હશે. તેના માટે એક ટીમ એન્ટરન્સ ગેટ પર કીટ સાથે હાજર રહેશે.
નેગેટિવ રિપોર્ટ બતાવવા પર નહીં થાય ટેસ્ટ
બીએમસીના વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું કે, લક્ષણ હોય તેવા દર્દીને ઓળખવો મુશ્કેલ છે અને એક વખત જ્યારે કોઈ વ્યક્તિ મોલ જેવી ભીડભાડવાળી જગ્યાએ જાય છે તયારે વાયરલ ફેલાઈ શકે છે. તેમણે કહ્યું કે, લોકોને મોલમાં એન્ટ્રી પહેલા અથવા પોતાનો નેગેટિવ રોપર્ટ બતાવવો પડશે અથવા ટેસ્ટ કરાવવા માટે તૈયાર રહેવું પડશે.
મુખ્યમંત્રી ઠાકરેએ મોલ માલિકો સાથે કરી હતી મીટિંગ
બીએમસીએ એ પણ કહ્યું કે, મુંબઈમાં લોકડાઉન અથવા નાઈટ કર્ફ્યુની કોઈ શક્યતા નથી. તેના બદલે બસ સ્ટોપ, જાહેર પાર્કિંગ પ્લેસ, આઉટસાઈડ ભોજનલાય જેવી ભીડભાડવાળી જગ્યાએ કડકાઈથી તપાસ કરવામાં આવશે. 18 માર્ચના રોજ મુંબઈમાં 2877 નવા કેસ અને 8 મોત થયા છે. મેડિકલ એક્સપર્ટ્સનું કહેવું છે કે, વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને આવનારા દિવસોમાં કેસ વધી શકે છે.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ હાલમાં જ મોલ માલિકો સાથે મુલાકાત કરી હતી અને કોવિડના નિયમોનું પાલન કરવાની ચેતવણી આપી હતી. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ પણ કહ્યું કે, રાજ્યમાં વધતા કેસ માટે લોકડાઉન એ સમાધાન નથી.