Maharashtra Politics News: YB ચવ્હાણ સેન્ટરમાં શરદ પવારને મળવા આવેલા અજિત પવાર જૂથના નેતાઓમાં છગન ભુજબળ, અદિતિ તટકરે, હસન મુશરફ અને ધનંજય પાંડે પણ સામેલ છે.મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ વચ્ચે એક મોટા સમાચાર છે. રવિવારે (16 જુલાઈ) અજિત પવાર અને તેમના જૂથના ઘણા નેતાઓ શરદ પવારને મળવા પહોંચ્યા હતા. આમાં પ્રફુલ્લ પટેલનો પણ સમાવેશ થાય છે. આ બેઠક વાયબી ચવ્હાણ સેન્ટરમાં થઈ હતી.                   










આ મંત્રી બેઠક માટે પહોંચ્યા હતા


પ્રફુલ પટેલ


અજિત પવાર


છગન ભુજબળ


અદિતિ તટકરે


હસન મુશ્રીફ


ધનંજય મુંડે


દિલીપ વાલસે પાટીલ


સંજય બનસોડે


સુનિલ તટકરે


 




આપને  જણાવી દઇએ કે, 2 જુલાઈના રોજ, અજિત પવાર અને તેમના જૂથના ઘણા ધારાસભ્યો મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપ ગઠબંધન સરકારમાં જોડાયા હતાં. ત્યારથી કાકા-ભત્રીજા વચ્ચે પાર્ટી પર કબજો મેળવવાની લડાઈ શરૂ થઈ ગઈ છે. 5 જુલાઇએ બંને જૂથોએ બેઠક યોજીને પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું હતું. આ રાજકીય બળવા બાદ બંને નેતાઓની આ પહેલી મુલાકાત હતી. શરદ પવારના પત્ની પ્રતિભા પવારને ગયા શુક્રવારે સર્જરી બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અજીત તેમને મળવા જ તેના ઘરે ગયા હતા. જ્યારે અજીત જૂથના છગન ભુજબળે પણ પ્રતિભા પવારના સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.




આ પણ વાંચો


Junagadh:જૂનાગઢ ગિરનારના વિકાસ માટે સરકારે આટલા કરોડ રુપિયાની કરી ફાળવણી, જાણો


Botad: ભાજપના જ ચેરમેને પોતાના મત વિસ્તારમાં કામ ન થતા હોવાથી મુખ્યમંત્રીને પત્ર લખતા રાજકારણ ગરમાયું, જાણો વિગત


Gujarat Rain: બંગાળની ખાડીમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય, ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ


ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ-8 : એક ફોન અને દબોચાયો ડોન, 30 મિનિટમાં જશુ ગગન જેલમાં


Defamation Case: 'મોદી સરનેમ' મામલે રાહુલ ગાંધી સુપ્રીમમાં