મુંબઈ: મહારાષ્ટ્રમાં અનેક રાજકીય ઉથલપાથલ બાદ શિવસેનાએ કૉંગ્રેસ અને એનસીપી સાથે મળી સરકાર બનાવી હતી. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર બન્યા બાદ હવે તેની અસર જોવા મળી રહી છે. મુંબઇના ધારાવીમાં એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં આશરે 400 જેટલા શિવસૈનિકો ભાજપમાં સામેલ થયા છે.


મુંબઈમાં એક સાથે આટલા બધા શિવસૈનિકોએ પાર્ટી છોડતા મહારાષ્ટ્રમાં શિવસેનાને મોટો ઝટકો લાગ્યો છે. આશરે 400 જેટલા શિવસૈનિકો ભાજપમાં સામેલ થયા હતા.

મહારાષ્ટ્રમાં શિવસેનાએ કોંગ્રેસ-એનસીપી સાથે મળીને ગઠબંધન કર્યું છે જે મહાવિકાસ આઘાડી નામે સત્તામાં છે. ત્રણેય પક્ષોએ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવવા માટે સહમતિ આપી હતી.