Mumbai Heavy Rain Alert: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ભારે વરસાદને કારણે એર ટ્રાફિક માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. વિસ્તારા અને ઈન્ડિગોએ મુસાફરો માટે નવી  એર ટ્રાફિક એડવાઈઝરી જાહેર  કરી છે. તમને જણાવી દઈએ કે આજે (8 જુલાઈ) મુંબઈમાં  12 ઈંચ ભારે વરસાદ નોંધાયો છે. મુંબઈમાં વરસાદને કારણે હવાઈ મુસાફરી કરતા લોકો માટે નવી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. મુંબઈમાં સવારે 1 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી ભારે વરસાદ નોંધાયો છે. જેના કારણે એરલાઈન્સે મુસાફરો માટે હવાઈ મુસાફરી માટે એડવાઈઝરી જાહેર કરી છે.







એરલાઈન્સ કંપની વિસ્તારાએ તેના મુસાફરોને ઘર છોડતા પહેલા એડવાઈઝરી ચેક કરવા સૂચના આપી છે. વરસાદને કારણે રસ્તા પરનો ટ્રાફિક નોંધપાત્ર રીતે વધી ગયો છે અને વાહનોની અવરજવર વધી  છે, જેના કારણે વધુ સમય નીકળી જવાની અને એરપોર્ટ વહેલા પહોંચવાની સલાહ આપવામાં આવી છે. આ સિવાય ઈન્ડિગોએ મુસાફરો માટે એડવાઈઝરી પણ જાહેર કરી છે.






એરલાઈન કંપની ઈન્ડિગોએ X પર પોસ્ટ કરતા કહ્યું કે મુંબઈથી આવતા અને મુંબઈ જતા મુસાફરોએ ઘર છોડતા પહેલા એડવાઈઝરી ચેક કરવી જોઈએ. ભારે વરસાદને કારણે મુંબઈ એરપોર્ટ પ્રભાવિત થયું છે. કંપનીએ વૈકલ્પિક ફ્લાઇટ અને સંપૂર્ણ રિફંડ માટે પોસ્ટ પર એક લિંક પણ બહાર પાડી છે. આ સિવાય ફ્લાઈટ સ્ટેટસ માટે એક લિંક પણ બહાર પાડવામાં આવી છે. 


મુંબઈમાં ભારે વરસાદ 


મુંબઇમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. મુંબઇમાં 12 ઇંચ વરસાદના કારણે લોકલ ટ્રેન સેવાને અસર થઇ હતી. મુંબઈ અને થાણે સહિતના વિસ્તારોમાં મૂશળધાર વરસાદના કારણે અનેક રસ્તાઓમાં પાણી ભરાઇ ગયા હતા. દાદર રેલવે ટ્રેક પર વરસાદી પાણી ભરાઇ ગયા હતા.આઝાદનગર મેટ્રો સ્ટેશન બહાર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. ભારે વરસાદથી ટ્રેન સેવા પણ પ્રભાવિત થઇ છે. વિદ્યાવિહાર, ડોમ્બિવલી, બોરીવલીમાં પાણી ભરાયા હતા. અંધેરી, કિંગ સર્કલ, પરેલ સહિતના વિસ્તારો જળબંબાકાર થયા હતા.