મુંબઈના પરેલ, દાદર, મુલુંડ, હિંદમાતા અને ચેંબૂર વિસ્તારમાં ભારે વરસાદને પગલે પાણી ભરાવાની તસવીરો સામે આવી છે અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ જ વિસ્તારમાં લોકલ ટ્રેનની સેવાઓ પર પણ અસર જોવા મળી છે અને અનેક જગ્યાએ લોકલ ટ્રેન જ્યાં છે ત્યાં જ ઉભી રહી ગઈ છે.
આજની આગાહી
પૂર્વ ભારત, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, કોંકણ, ગોવા અને મધ્ય પ્રદેશના કેટલાક ભાગમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. કર્ણાટકના કિનારાના વિસ્તાર, ઉત્તર છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ અને પૂર્વ અને મધ્ય ભાગમાં કેટલાક સ્થળો પર હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા છે.
વિદર્ભત, મહારાષ્ટ્ર, ગુજરાત, પૂર્વ રાજસ્થાન, ઉત્તર પ્રદેશળના પશ્ચિમ ભાગ, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા, આંધ્ર પ્રદેશ, તેલંગાના, કેરળ અને લક્ષદ્વીપમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. પંજાબ, હિમાચલ પ્રદેશ અને તમિલનાડુના કેટલાક ભાગમાં હળવો વરસાદ પડી શકે છે.