મુંબઈની હોટલે 2 ઈંડાનું બિલ પકડાવ્યું 1700 રૂપિયા, લોકોને યાદ આવી રાહુલ બોસની ઘટના
abpasmita.in | 11 Aug 2019 07:23 PM (IST)
ટ્વિટર પર કાર્તિકે કેપ્શનની સાથે બિલ શેર કરતાં લખ્યું, 1700 રૂપિયામાં બે ઈંડા. રાહુલ બોસ ભાઈ આંદોલન કરીએ ?
મુંબઈઃ અભિનેતા રાહુલ બોસને ફાઇવ સ્ટાર હોટલ દ્વારા બે કેળાનું 442 રૂપિયાનું બિલ ફટકારવામાં આવ્યાની ઘટના તાજી જ છે ત્યાં આવો જ બીજો એક મામલો સામે આવ્યો છે. ચંદીગઢની જેડબલ્યૂ મેરિયટ બાદ હવે મુંબઈની ફોર સીઝન્સ હોટલની સોશિયલ મીડિય પર લોકો ટીકા કરી રહ્યા છે. રાહુલ ધર નામના વ્યક્તિએ શેર કરેલી પોસ્ટમાં બે બોઇલ્ડ ઇંડાની કિંમત 1700 રૂપિયા જણાવવામાં આવી છે. ટ્વિટર પર કાર્તિકે કેપ્શનની સાથે બિલ શેર કરતાં લખ્યું, 1700 રૂપિયામાં બે ઈંડા. રાહુલ બોસ ભાઈ આંદોલન કરીએ ? ચંદીગઢની જે ડબલ્યુ મેરીયટ હોટલે રાહુલ બોસને 2 કેળાનું બિલ 442 રૂપિયા પકડાવ્યું હતું. જે બાદ તેણે બિલને ટ્વિટર પર શેર કર્યું હતું ને હોટલની બિલિંગ સિસ્ટમ પર સવાલ ઉઠાવ્યા હતા. પરંતુ હાઈ એન્ડ હોટલ, ફેડરેશન ઓફ હોટલ એન્ડ રેસ્ટોરાં એસોસિએશન ઓફ ઈન્ડિયા મેરીયોટનું સમર્થન કર્યું હતું. તેમણે બિલિંગ સિસ્ટમને યોગ્ય ગણાવી હતી અને કહ્યું, હોટલે કંઇ ખોટું કર્યુ નથી. જયપુરમાં નદી કિનારે ફરતી હતી વિદેશી યુવતી, અચાનક કાઢી નાંખ્યા બધા કપડાને...... પ્રિયંકા ચોપડાના ‘જય હિંદ’ ટ્વિટ બદલ પાકિસ્તાની મહિલાએ કહી પાખંડી, એક્ટ્રેસે આપ્યો જડબાતોડ જવાબ, જાણો વિગત ગુજરાતમાં ભારે વરસાદથી ટ્રેન વ્યવહાર ખોરવાયો, જાણો કઈ ટ્રેન રદ કરવામાં આવી