મુંબઇઃ 15 ઓગસ્ટથી મુંબઇના લોકો લોકલ ટ્રેનમાં મુસાફરી કરી શકશે પરંતુ આ માટે એક શરત રાખવામાં આવી છે. જે અનુસાર જે લોકો કોરોના વેક્સીનના બંન્નેડોઝ લીધા હશે તેઓ લોકલ ટ્રેનમાં મુસાફરી કરી શકશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, રસીના બંન્ને ડોઝ લઇ ચૂકેલા મુંબઇના લોકો 15 ઓગસ્ટથી લોકલ ટ્રેનમાં મુસાફરી કરી શકશે.


આ સાથે મુખ્યમંત્રીએ કહ્યું કે, મોબાઇલ એપ મારફતે મુસાફરો ટ્રેનનો પાસ ડાઉનલોડ કરી શકો છો. જેમની પાસે સ્માર્ટફોન નથી તે શહેરના નગરપાલિકા વોર્ડ઼ ઓફિસની સાથે સાથે ઉપનગરીય રેલવે સ્ટેશનો પરથી ફોટો પાસ લઇ શકે છે. જાણકારોના મતે મંદિર, રેસ્ટોરન્ટ અને બારને લઇને આવતીકાલે કોવિડ ટાસ્ક ફોર્સની બેઠક બાદ નિર્ણય લેવામાં આવશે.


મહારાષ્ટ્રના પુણે શહેરમાં નવ ઓગસ્ટથી દુકાનો રાત્રે આઠ વાગ્યા સુધી અને રેસ્ટોરન્ટ 50 ટકા ક્ષમતા સાથે રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે. આ જાણકારી રવિવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે આપી હતી. તેમણે કહ્યું કે, પૂણે અને પિંપરી ચિંચવાડમાં મોલ રાત્રે આઠ વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. પરંતુ તેમાં એવા લોકોના પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવશે જેઓએ કોરોનાની રસીના બંન્ને ડોઝ લઇ લીધા હશે.


કોરોના વાયરસની સમીક્ષા બેઠક તેમણે કહ્યું કે, પૂણેમાં 3.3 ટકા સંક્રમણ દર અને પિંપરી ચિંચવાડમાં 3.5 ટકા સંક્રમણ દરને જોતા અમે વ્યવસાય માટે કેટલાક નિયમોમાં છૂટછાટ આપી રહ્યા છીએ. દુકાનદારો અને કર્મચારીઓએ માસ્ક પહેરવા અને પૂર્ણ રસીકરણ કરવું ફરજિયાત છે. રેસ્ટોરન્ટોએ પણ 50 ટકા ક્ષમતા સાથે રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની મંજૂરી આપવામાં આવી છે. પૂણેના ગ્રામીણ વિસ્તારમાં ત્રણ સ્તરમાં પ્રતિબંધો લાગુ  રહેશે. પૂણે જિલ્લાના પ્રભારી મંત્રીએ કહ્યું કે, મોલ કર્મચારીઓએ સંપૂર્ણ રસીકરણ કરવું જરૂરી છે.  સાથે જ કર્મચારીઓએ દર 15 દિવસે તપાસ કરાવવાની રહેશે.


ગુજરાતમાં વિધાનસભાની વહેલી ચૂંટણી યોજવા અંગે મુખ્યમંત્રી રૂપાણીએ શું કર્યું એલાન? જાણો વિગત


અમરેલીના બાઢડા નજીક ગમખ્વાર અકસ્માત, 8ના ઘટનાસ્થળે જ મોત, બે ગંભીર રીતે ઘાયલ