મુંબઈ: મુંબઈમાં રવિવારે ટાટા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરાથન દોડમાં સામેલ 7 લોકોને હાર્ટ એટેક આવવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન એક વૃદ્ધનું મોત થયું છે.

અન્ય લોકોની લોકોની સારવાર ચાલી રહી છે. આ માહિતી બોમ્બે હોસ્પિટલના પીઆરઓ દ્વારા આપવામાં આવી છે. લોકોમાં અંગદાન વિશે જાગ્રતતા લાવવા માટે ડોક્ટર્સે પણ મેરેથોનમાં ભાગ લીધો હતો.

42 કિમીની ટાટા મેરાથન દોડ સવારે 5 વાગે શરૂ થઈ હતી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ટાટા મેરેથોન  દોડની શરૂઆત કરાવી હતી. 45થી વધારે લોકોએ આ રેસમાં ભાગ લીધો હતો. પુરુષ વર્ગના ત્રણ વિનર ઈથિયોપિયાના છે. પહેલાં નંબરે ડેરારા હુરિસા, બીજા નબંરે એલે અબશેરો અને ત્રીજા નંબરે બિરહાની તાશોમ રહ્યા હતા.