હવામાનનાં સમાચાર આપતી ખાનગી સંસ્થા સ્કાઈમેટનાં જણાવ્યા પ્રમાણે, અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ ગયું છે. આ સિસ્ટમનાં કારણે દક્ષિણ ભારતનાં દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદ આવશે અને વરસાદની આ સિસ્ટમનાં કારણે મુંબઈમાં 11 જૂનનાં રોજ વરસાદ આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
મહત્વની વાત એ છે કે, મુંબઈમાં ચોમાસું બેસે તેનાં ચારેક દિવસ પહેલા આ વરસાદ આવશે. અરબી સમુદ્રમાં સર્જાયેલી લો પ્રેસર સિસ્ટમનાં કારણે મુંબઈમાં 11 અને 12 જૂનનાં રોજ વરસાદ આવશે તેવી શક્યતાઓ છે. વરસાદના કારણે મુંબઈવાસીઓને ઠંડક પ્રસરી જશે.
હાલમાં આ લો પ્રેશર અરબી સમુદ્રમાં દક્ષિણ-પૂર્વ અને મધ્યમાં છે અને આગામી દિવસમાં ઉત્તર તરફ આગળ વધશે. આ લો પ્રેશન આગામી દિવસોમાં ડિપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને તેનાં કારણે મુંબઈમાં વરસાદ આવશે.