નવી દિલ્હીઃ ભારતીય રેલવેના ઈતિહાસમાં પ્રથમ વખત ચાલુ ટ્રેનમાં મસાજ/માલિજની સુવિધા ઉપલબ્ધ થશે. આ સુવિધા ઈન્દોરથી દોડતી 39 ટ્રેનોમાં ઉપલબ્ધ કરાવાશે. જેનાથી રેલવેને વાર્ષિક 20 લાખ રૂપિયા વધારાની આવક થવાની ધારણા છે. આ સુવિધા શરૂ થવાથી આશરે 20,000 મુસાફરો વધવાનો અંદાજ છે.

હેટ એન્ડ ફૂટ મસાજ માટે મુસાફરે 100 રૂપિયા ચુકવવા પડશે. આ માટે રેલવે દ્વારા કોન્ટ્રાક્ટ પણ કરી લેવામાં આવ્યો છે. દરેક ટ્રેનમાં કોન્ટ્રાક્ટરના ત્રણ થી પાંચ પ્રોફેશનલ સર્વિસ આપશે. આ લોકો માટે રેલવેનું ઓળખપત્ર પણ હશે. મસાજની આ સુવિધા રાતે 10 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ નહીં હોય.

હાલ આ સુવિધા ટ્રાયલ તરીકે રતલામ ડિવિઝનમાં જ શરૂ કરવામાં આવી રહી છે.  જેમાં હેડ એન્ડ ફૂટ મસાજ સામેલ કરવામાં આવિયા છે. આ સુવિધા ઈન્દોર રેલવે સ્ટેશનથી શરૂ થતી 39 ટ્રેનોમાં ઉપલબ્ધ હશે. રેલવે બોર્ડના મીડિયા ડાયરેક્ટર રાજેશ વાજપેયીએ કહ્યું, પશ્ચિમ રેલવેના રતલામ મંડળમાં આ પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. આ સેવા આગામી બે-ત્રણ સપ્તાહમાં શરૂ થઈ જશે.

વર્લ્ડકપ 2019: આવતીકાલે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો, ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે બદલાવ, જાણો વિગત

વર્લ્ડકપમાં ધોની નહીં પહેરી શકે 'બલિદાન' ગ્લવ્સ, ICCએ લગાવ્યો પ્રતિબંધ