મુંબઈમાં કોરોનાના કેસ 51,100એ પહોંચ્યા
મહારાષ્ટ્ર સરકારના સ્વાસ્થ્ય વિભાગ અનુસાર, 9 જૂન સુધીમાં મહારાષ્ટ્રમાં કુલ કોરોના સંક્રમિત કેસની સંખ્યા 90 હજાર પાર કરી ગઈ છે. રાજ્યમાં કોરોનાના કુલ 90787 કેસ સામે આવ્યા છે અને 3289 લોકોનું કોરોનાને કારણે મોતથયું છે. મુંબઈમાં કુલ કોરોના સંક્રમિત 51,100 કેસ સામે આવ્યા છે અને 1760 લોકોના મોત કોરોનાને કારણએ થયા છે.
મહારાષ્ટ્ર સરકારના સ્વાસ્થ્ય વિભાગ અનુસાર, છેલ્લી 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત કુલ 2259 કેસ સામે આવ્યા છે અને 120 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં કોરોનાના નવા 1015 કેસ સામે આવ્યા છે. અને 58 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 42638 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં 5,77,819 કુલ ટેસ્ટ થયા છે.
ચીનના કોરોનાના કેન્દ્ર હુબેથી આગલ નીકળ્યું મહારાષ્ટ્ર
ચીનનું વુહાન શહેર હુબે પ્રાંતમાં આવે છે. હુવે પ્રાંતમાં કોરોનાના લગભગ 68,135 કેસ સામે આવ્યા છે. જો ભારતના મહારાષ્ટ્ર રાજ્ય સાથે તુલના કરીએ તો મહારાષ્ટ્ર કોરોનાના કેસના મામલે ચીનના કોરોના કેન્દ્ર હુબેથી આગળ નીકળી ગયું છે.