રિપબ્લિક મીડિયા નેટવર્કે એક રિલીઝમાં આજના દિવસને ભારતીય લોકશાહીનો કાળો દિવસ ગણાવ્યો હતો. મુંબઈ પોલીસ કમિશ્નર પરમબીર સિંહના આદેશી પોલીસે કેમેરા બંધ કરાવી દીધા હતા અને અર્નબને લઈ ગયા હતા. પોલીસે તેને સાસુ-સસરાને દવા આપતા પણ અટકાવ્યો હતો અને તેની પત્ની તથા પુત્ર સાથે અણછાજતું વર્તન કર્યુ હતું.
રિપબ્લિક ટીવી પર બતાવવામાં આવેલા વીડિયો મુજબ મુંબઈ પોલીસે અર્નબ ગોસ્વામીને તેના પરિવાર સાથે વાત કરતાં અટકાવાયો હતો. મુંબઈ પોલીસે અર્નબ સાથે મારપીટ કરી હોવાને પણ આરોપ લગાવ્યો છે. રિપબ્લિક ટીવીના ફૂટેજ મુજબ, મુંબઈ બોલીસે અર્નબ ગોસ્વામી સાથે ગેરવર્તણૂંક કરી હતી. રિપબ્લિક મીડિયા નેટવર્ક મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસની સત્તાના દુરૂપયોગ, , લોકશાહી ભારતના મુક્ત પ્રેસ પર ખૂની હુમલાને સખ્તાઇથી વખોડે છે.
અર્નબ ગોસ્વામી અને બે અન્ય દ્વારા કથિત રીતે બાકી રકમ ન આપવા પર 53 વર્ષીય એક ઇન્ટીરિયર ડિઝાઈનર અને તેની માતાએ આત્મહત્યા કરવાના કેસમાં સીઆઈડી દ્વારા ફરી તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. રાજ્યના ગૃહ મંત્રી અનિલ દેશમુખે કહ્યું કે, ઇન્ટીરિયર ડિઝાઈનર અન્વય નાયકની દીકરી આજ્ઞા નાઇકે દાવો કર્યો હતો રાયગઢ જિલ્લામાં અલીબાગ પોલીસે બાકી રકમ ન આપવાના કેસમાં તપાસ કરી રહી હીત. માટે અન્વય અને તેની માતાએ આત્મહત્યાનું પગલું ઉઠાવવું પડ્યું. કથિત રીતે અન્વય નાઇક દ્વારા લખવામાં આવેલ સુસાઇડ નોટમાં કહેવામાં આવ્યું હતું કે, આરોપીઓએ તેના 5.4 કરોડ રૂપિયાનું પેમેન્ટ નથી કર્યું માટે તેણે આત્મહત્યાનો નિર્ણય કરવો પડ્યો. રિપબ્લિક ટીવીએ આ આરોપોને ફગાવી દીધા છે.