ટ્વીટ કરીને આપી જાણકારી
રામદાસ અઠાવલેએ મરાઠીમાં ટ્વીટ કરીને પોતે કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી છે. અઠાવલેએ કહ્યું કે, “મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સાવચેતીના ભાગરૂપે હું હોસ્પિટલમાં દાખલ થઈને ડોક્ટરની સલાહનું પાલન કરીશ. જો કોઈપણ મારા સંપર્કમાં આવ્યા હોય, તે પોતાનો કોરોના ટેસ્ટ જરૂર કરાવી લે. હાલમાં તમામ કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યા છે.”