પ્રાપ્ત માહિતી અનુસાર, હવે આ આખી ઘટનાની તપાસ મગધ કમિશનર અસગબા ચુબાઆ આો કરશે, અને સાત દિવસની અંદર પંચને રિપોર્ટ સોંપશે. વળી, આજે જ મુંગેરમાં નવા ડીએમ અને એસપીની પૉસ્ટિંગ કરવામાં આવશે.
ખરેખરમાં 27 ઓક્ટોબરની રાત્રે મૂર્તિ વિસર્જન દરમિયાન થયેલી ઘટનાથી નારાજ લોકોએ ગુરુવારે જિલ્લા તંત્ર વિરુદ્ધ મોરચો ખોલી દીધો હતો. અનુરાગ માટે ન્યાયની માંગને લઇને મુંગેરના સેંકડો યુવા રસ્તાં પર ઉતર્યા અને પ્રદર્શન કરતા એસપી કાર્યાલય પહોંચ્યા હતા. પ્રદર્શન કરી રહેલા યુવા એસપી કાર્યાલય અને એસડીઓ આવાસનો ઘેરવ કરીને પથ્થરમારો કરી રહ્યાં હતા. આ હિંસક પ્રદર્શનમાં પોલીસની કેટલીય ગાડીઓને નુકશાન પહોંચ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે બિહારના મુંગેરમાં 27 ઓક્ટોબરની રાત્રે પ્રતિમા વિસર્જન દરમિયાન પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે અથડામણ થઇ ગઇ હતી. અથડામણ એટલી વધી ગઇ કે આ દરમિયાન કેટલાય રાઉન્ડ ફાયરિંગ થયુ, જેમાં એક વ્યક્તિનુ મોત થઇ ગયુ હતુ, અને અડધા ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. વળી આ ઘટનામાં પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સહિત ત્રણ જવાન પણ ઘાયલ થઇ ગયા હતા. આ ઘટના બાદ સ્થાનિક લોકો ત્યાંની એસપી લિપી સિંહને હટાવવાની માંગ કરી રહ્યાં હતા, અને આને લઇને આજે બબાલ કરવામાં આવી છે.