નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના હાથરસમાં પીડિતાના પરિવારને મળવા નીકળી પડ્યા છે. રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના 35 સાંસદ પણ હાથરસમાં પીડિતાના પરિવારને મળવા નીકળ્યા છે. આ પહેલા રાહુલ ગાંધીએ પીડિતાના પરિવારને મળવા ગુરુવારે કોશિશ કરી હતી ત્યારે ઉત્તર પ્રદેશ પોલીસ સાથે ધક્કા મુક્કી થઈ હતી.


રાહુલે ટ્વિટ કર્યું છે કે દુનિયાની કોઈ શક્તિ મને પીડિત પરિવારને મળવા માટે નહીં રોકી શકે. આ પહેલાં ગુરુવારે રાહુલ અને પ્રિયંકાને હાથરસ જતી વખતે ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે પર રોકવામાં આવ્યાં હતાં. બંનેની યુપી પોલીસે ધરપકડ કરી લીધી હતી. પોલીસે તેમને કહ્યું હતું કે તમે કલમ 188નો ભંગ કર્યો છે. પોલીસે રાહુલ ગાંધીનો કોલર પકડ્યો હતો અને ધક્કામુક્કીમાં તેઓ નીચે પણ પડી ગયા હતા. એ સમયે રાહુલના હાથમાં થોડી ઈજા પણ થઈ હતી. રાહુલ અને પ્રિયંકાની 4 કલાક અટકાયત કર્યા પછી તેમને છોડી મૂકવામાં આવ્યાં હતાં.



કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની કહ્યું કે, હાથરસ ઘટનામાં પીડિતાને જરૂર ન્યાય મળશે. એસઆઈટી તપાસ બાદ અધિકારીઓ પર કાર્યવાહી થશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પોલીસ અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. મોદી સરકાર મહિલાઓની સુરક્ષા માટે કામ કરી રહી છે. આ મામલામાં યોગી આદિત્યનાથ જરૂર ન્યાય કરશે. હાથરસ મામલામાં સ્મૃતિ ઈરાનીના મૌન પર સોશિયલ મીડિયામાં સતત સવાલ ઉઠતા હતા.

હાથરસ ઘટનાની તપાસ માટે એસઆઈટી બનાવવામાં આવી છે. જેના પ્રાથમિક તપાસના રિપોર્ટના આધારે હાથરસના એસપી વિક્રાંત વીર સિંહ, સીઓ રામ શબ્દ, ઈન્સ્પેક્ટર દિનેશ કુમાર વર્મા, સબ ઈન્સ્પેક્ટર જગવીર સિંહને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. હાથરસના નવા એસપી તરીકે વિનીત જાયસ્વાલની વરણી કરવામાં આવી છે.

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ